અરવલ્લીના મોડાસામાં સિંચાઈ વિભાગની નકલી કચેરી ચાલતી હતી.... આવી એક શંકા સાથે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આરોપ લગાવ્યો હતો... મોડાસાની આ નકલી સિંચાઈ વિભાગની કચેરીમાં 7 જેટલા શખ્સો કામ કરતા મળી આવ્યા હતા.. તેમજ સરકારી સિક્કા સહિત શંકાસ્પદ દસ્તાવેજ પણ મળી આવ્યા હતા... . ત્યારે બાયડના MLA ધવલસિંહ ઝાલાએ શંકાસ્પદ કામગીરી સામે સવાલ ઉભા કર્યા હતા.... મોડાસા ટાઉન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી મોડાસાના તિરૂપતિ રાજ બંગલોમાં ધમધમાટ શરુ થયો હતો... હવે એક મોટો ખુલાસો આ કચેરી કેસમાં થયો છે... અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકે કહ્યું કે નકલી કચેરી હોવાની બાબતનું અમે ખંડન કરીએ છીએ... એટલે આ કચેરી નકલી હોવાની વાત કલેક્ટરે નકારી છે.... સાથે એવું પણ કહ્યું કે, નિવૃત અધિકારી મેઝરમેન્ટ બિલ ટ્રેઈનિંગ માટે રાખી શકે છે.. હા સિક્કાઓ મળ્યા તે તપાસનો વિષય છે...
નકલી કચેરીને લઈ કલેક્ટરે આપી પ્રતિક્રિયા
ગઈકાલે કથિત નકલી કચેરી હોવાનું સામે આવ્યા પછી આજે સવારે એક સમાચાર એ પણ મળ્યા હતા કે, નકલી કચેરીમાં ભાજપ નેતાના વેવાઈની સંડોવણીનો હોવાનો ખુલાસો થયો છે. અરવલ્લીની નકલી કચેરીમાં ભાજપ નેતા ભીખાજી ડામોરના વેવાઈની સંડોવણી હોવાની માહિતી સામે આવી હતી... કેમ કે નિવૃત અધિકારી પીએ ડામોર ભીખાજીના વેવાઈ થાય છે.... અને જે જગ્યાએ રેડ પાડવામાં આવી ત્યાં ભીખાજીના વેવાઈ રહેતા હતા.. સિંચાઈ વિભાગમાં તેમનું બહુ મોટુ નામ છે અને એવુ કહેવાય છે કે એમની નિવૃતિ પછી પણ સિંચાઈના કામો માટે સરકાર તેમનું માર્ગદર્શન લે છે.... જો કે સિક્કા ત્યાંથી મળ્યા એ તપાસનો વિષય છે.... એટલે હાલ તો તપાસ ચાલી રહી છે. ત્યારે જોવું રહ્યું કે આ મામલે નવા શું અપડેટ સામે આવે છે?