ક્ષત્રિય આંદોલનમાં આવી મોટી અપડેટ! આંદોલન વચ્ચે રાજ્યના 45 રાજવીઓનું PM મોદીને સમર્થન! સાંભળો શું કહેવામાં આવ્યું પ્રેસ કોન્ફરન્સમાં?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-02 16:00:06

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં પરષોત્તમ રૂપાલાના વિરોધમાં, ભાજપના ક્ષત્રિય સમાજ દેખાયો હતો.. અનેક એવા દ્રશ્યો રાજ્યના વિવિધ જગ્યાઓથી સામે આવ્યા જેમાં ભાજપને વોટ ના આપવા માટે શપથ લેવડાવ્યા હોય.. એવું માનવામાં આવતું હતું કે પીએમ મોદીના ગુજરાતમાં આવતા જ સમીકરણો બદલાઈ જશે.. અને આ વાત થોડા અંશે સાચી પણ પડી તેવું કહીએ તો અતિશયોક્તિ નથી કારણ કે ગુજરાતના 45 જેટલા રાજવીએઓ ભાજપ અને નરેન્દ્ર મોદીને આ મુદ્દે ખુલ્લુ સમર્થન આપ્યુ છે.  

પરષોત્તમ રૂપાલા વિવાદમાં આવ્યો નવો વળાંક 

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.. પરષોત્તમ રૂપાલાનો વિરોધ તેમના દ્વારા કરાયો, ધીરે ધીરે ભાજપનો વિરોધ થયો, ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો.. એક સમય એવો આવ્યો જ્યારે લાગતું હતું કે ક્ષત્રિય સમાજ આર પારની લડાઈ લડવા માગે છે.. પરંતુ ધીરે ધીરે ક્ષત્રિય સમાજમાં ફાંટા પડ્યા એવું લાગ્યું.. અલગ અલગ લોકોના અલગ અલગ નિવેદનો પણ સામે આવ્યા..! આ બધા વચ્ચે આજે આ મામલે એક મોટી અપડેટ સામે આવી છે.. 


રાજવી પરિવારે ભાજપને સમર્થન જાહેર કર્યું? 

પરષોત્તમ રૂપાલાના નિવેદન પર અનેક રાજવી પરિવારોની પ્રતિક્રિયા સામે આવી હતી.. આ બધા વચ્ચે હવે ગુજરાતના 45 જેટલા રાજવીઓએ ભાજપને ખુલ્લું સમર્થન આપ્યું છે.. રાજકોટમાં રાજવી પરિવારો દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સાં અલગ અલગ સ્ટેટના રાજવીઓ હાજર હતા અને તેમણે પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું છે.. રાજકોટ ખાતે કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં રાજવી માંધાતાસિંહ જાડેજા, જસદણના રાજવી, ચોટીલા સ્ટેટના રાજવી સહિતના અનેક ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત હતા. મહત્વનું છે કે ગઈકાલથી પીએમ મોદી ગુજરાતમાં છે... રાજકોટનાં રાજવી માંધાતાસિંહ જાડેજાએ કોઈ ઉમેદવારને બદલે નરેન્દ્ર મોદીને મત આપવાની વાત કરી છે. 



ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...