"અજીત ડોભાલને હટાવો" ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીના ટ્વીટથી હડકંપ


  • Published By :
  • Published Date : 2023-02-15 15:25:20

ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામી સ્પષ્ટવક્તા તરીકેની છાપ ધરાવે છે, ત ઘણીવાર પાર્ટી લાઈન તોડીને પણ સાચી વાત બેધડકપણે કહીં દે છે. હવે NSA અજીત ડોભાલને પદ પરથી હટાવાની માગ કરી છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીને ડોભાલને NSA પદ પરથી હટાવવા જોઈએ. 


અજીત ડોભાલને હટાવો


સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરતા અજીત ડોભાલને લઈને આ વાત કહી છે. સુબ્રમણ્યમ સ્વામીએ ન ફક્ત ડોભાલને હટાવાની વાત કરી, પણ ત્યાં સુધી કહી દીધું કે, જો આવું નહીં થાય તો, પીએમ મોદીને પણ પદ છોડવું પડશે. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરતા લખ્યું કે, તેમણે પેગાસસ ટેલીફોન ટેપીંગ જેવી ગરબડ અનેક વખત કરી છે. સ્વામીએ એવું પણ કહ્યું કે, જો આવું નહીં થાય તો, 2023ની વચ્ચે પીએમ મોદીને પણ પદ છોડવું પડશે.


અદાણી ગ્રુપની સંપત્તિનું રાષ્ટ્રીયકરણ કરો


તાજેતરમાં જ અદાણી ગ્રુપ પર આવેલા હિંડનબર્ગના રિપોર્ટ બાદ ઉઠેલા વિવાદ પર સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે, અદાણી ગ્રુપની સંપત્તિનું રાષ્ટ્રીયકરણ કરી દેવું જોઈએ. શું કોંગ્રેસે અદાણી સાથે કોઈ ડીલ જ નથી કરી. આ સવાલના જવાબમાં સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે, હું તેમાંથી કેટલાય લોકોને જાણુ છું, જેને અદાણી સાથે ખૂબ ડીલ કરી હતી. જો કે મને કોંગ્રેસની ચિંતા નથી. હું ઈચ્છું છું કે, ભાજપની પવિત્રતા યથાવત રહે.


સંરક્ષણ પાછળ ઓછું બજેટ ફાળવાયું  


સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે, અદાણી ગ્રુપના નાણાકીય કરાર સંબંધિત એક રિપોર્ટ સામે આવ્યા બાદ તેના શેરમાં ઘટાડાની વચ્ચે વિવાદોનો સામનો કરવો પડી રહ્યો છે અને સંસદમાં પણ વિપક્ષી પાર્ટીઓ દ્વારા આ મુદ્દા પર હોબાળો કરવામાં આવ્યો છે. સુબ્રમણ્યમ સ્વામીએ આ વર્ષના બજેટ પર પ્રહાર કરતા કહ્યું કે, તેમાં ઉદ્દેશ્યો અને રણનીતિઓની કમી છે. ત્યારે આવા સમયે રક્ષા ક્ષેત્ર માટે ઓછુ બજેટ ફાળવવામાં આવ્યું છે. જ્યારે સરહદના મુદ્દે ચીનનું વલણ આક્રમક છે.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..