RBIના પૂર્વ ગવર્નર ડી સુબ્બારાવનો સરકારને સવાલ, વિકાસ તો ઠીક છે પણ નોકરીઓ ક્યાંથી આવશે?


  • Published By :
  • Published Date : 2023-02-23 21:21:38

RBIના પૂર્વ ગવર્નર ડી સુબ્બારાવે કેન્દ્રીય બજેટને લઈ અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે બજેટને નિશાન બનાવી તેની આકરી  ટીકા કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે આ બજેટ બેરોજગારીની સમસ્યાને પહોંચી વળવામાં નિષ્ફળ રહ્યું છે. સરકારે અતિ આશાવાદમાં માની લીધુ છે કે ગ્રોથથી પોતાની રીતે જ રોજગારની તકો પેદા થઈ જશે. સુબ્બારાવે કહ્યું કે કોવિડના કારણે પહેલાથી જ બેરોજગારીની સ્થિતી ખરાબ હતી અને હવે તે વધુ ચિંતાનજક બની છે.  


બેકારીની સમસ્યા હલ કરવામાં બજેટ નિષ્ફળ


RBIના પૂર્વ ગવર્નર ડી સુબ્બારાવ બજેટની જોગવાઈઓને બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે અપુરતી ગણાવી છે. તેમના જણાવ્યા પ્રમાણે દેશમાં દર મહિને 10 લાખ લોકો લેબર ફોર્સમાં જોડાય છે, અને તેનાથી અડધી પણ નોકરીઓનું સર્જન થતું નથી,એટલે કે અડધાથી પણ વધુ યુવાનો બેકાર રહી જાય છે આ સમસ્યા દરરોજ વિકટ બનતી જાય છે. નિરાશા સાથે તેમણે કહ્યું કે હું બજેટથી નિરાશ એટલા માટે શું કારણ કે બજેટમાં નવી નોકરીઓના સર્જન અંગે પુરતો ભાર આપવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે બેરોજગારી જેવી મોટી અને જટીલ સમસ્યાનું કોઈ માત્ર એક જ સરળ સમાધાન નથી.


માત્ર ગ્રોથથી કામ નહીં  ચાલે


સરકારે બજેટમાં દેશના વિકાસ પર ફોકસ કર્યું છે, જો કે ડી સુબ્બારાવના જણાવ્યા પ્રમાણે માત્ર ગ્રોથથી કામ નહીં ચાલે. રોજગાર વગરના વિકાસનો કોઈ મતલબ નથી, આપણે રોજગાર આધારીત ગ્રોથની જરૂર છે. બજેટમાં માત્ર એ ભરોસો રાખવામાં આવ્યો છે કે ગ્રોથની સાથે રોજગારીની તકો પણ ઉભી થશે. ભારત તેના ડેમોગ્રાફિક ડિવિડન્ડનો ફાયદો ત્યારે જ ઉઠાવી શકશે જ્યારે આપણે વધતી શ્રમ શક્તિ માટે ઉત્પાદકો રોજગાર શોધવા માટે સક્ષમ બનશે. આ બજેટમાં ગ્રોથ પર જ ભાર આપવામાં આવ્યો છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?