ખેડા જિલ્લાના મહેમદાવાદની મામલતદાર કચેરીમાં સબ રજીસ્ટ્રાર માત્ર 5 હજારની લાંચ લેતા ઝડપાયા, ACBની ટ્રેપમાં ફસાઈ ગયા જીગીશાબેન


  • Published By :
  • Published Date : 2023-06-19 22:40:32

રાજ્યમાં સરકારી કર્મચારીઓ બેફામ બનીને ગરીબ જનતાને લૂંટતા જોવા મળે છે. આ લાંચિયા અધિકારીઓ સામે સરકાર પણ કડક કાર્યવાહી કરી રહી છે. એસીબીના અધિકારીઓ છટકું ગોઠવીને આવા લાંચિયા કર્મચારીઓને પકડી પણ પાડે છે. જો કે તેમ છતાં પણ વહીવટીતંત્રમાં રહેલો ભ્રષ્ટાચાર સતત વધી રહ્યો છે. છાંકટા બનેલા આવા લાંચિયા કર્મચારીઓને એસીબી કે વિજીલન્સ ખાતાનો પણ જાણે કોઈ ભય નથી રહ્યો. આજે આણંદ એસીબીની ટીમ તથા અમદાવાદ એસીબીના અધિકારીએ સંયુક્તપણે છટકું ગોઠવીને લાંચિયા મહિલા કર્મચારીને પકડી પાડ્યા છે. મામલતદાર કક્ષાના આ લાંચીયા અધિકારી માત્ર 5 હજાર લેતા ઝડપાઈ જતાં જિલ્લા વહીવટી તંત્રમાં હડકંપ મચી ગયો છે.


5 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા


ખેડા જિલ્લાના મહેમદાવાદની મામલતદાર કચેરીમાં આવેલી સબ રજીસ્ટ્રારની કચેરીમાં ફરજ બજાવતા અને ગાંધીનગર ખાતે રહેતા સબ રજીસ્ટ્રાર જીગીશાબેન સામે ફરિયાદ મળી હતી. ત્યાર બાદ આજે આણંદ એસીબીની ટીમ તથા અમદાવાદ એસીબીના અધિકારી દ્વારા મળેલી ફરિયાદને આધારે મહેમદાવાદ મામલતદાર કચેરીમાં છટકુ ગોઠવી સબ રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા એક મહિલા અધિકારીને 5 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા.  મામલતદાર કક્ષાના આ અધિકારી માત્ર 5 હજાર પકડાઈ ગયા હતા. 


શું હતો સમગ્ર મામલો?


ખેડા જિલ્લાના મહેમદાવાદની મામલતદાર કચેરીમાં સબ રજીસ્ટ્રાર જીગીશાબેન સબ રજીસ્ટર કચેરીમાં દસ્તાવેજની નોંધણી માટે આવતા અરજદારો પાસેથી રૂપિયા 1 હજારથી લઈને રૂપિયા 5 હજાર સુધીની લાંચની માંગણી કરતા હોવાની ફરિયાદ છેલ્લા ઘણા સમયથી થઈ રહી હતી. અને પોતાનું કામ પતાવવા માટે અરજદારોને નાછૂટકે પૈસાનો વ્યવહાર કરવો પડતો હતો. જે માહિતી એસીબીને મળતા આણંદ એસીબીએ આજે છટકું ગોઠવ્યું હતું. અરજદારો વતી મોટેભાગે વકીલો દસ્તાવેજની નોંધણી કરાવતા હોય છે, એટલે એસીબીએ એક વકીલને તૈયાર કર્યો. અસીલે વકીલને કબજા વગરના બાના ખત કરાવવા માટેનું કામ સોપ્યું હતું. જે કામ લઈને વકીલ અરજદાર સાથે સબ રજીસ્ટાર કચેરીમાં ગયા હતા અને અસીલનું કબ્જા વગરના રજીસ્ટર બાના ખાત નોંધણી કરવા આપ્યું હતું. તે વખતે સબ રજીસ્ટારે આ બાનાખત નોંધણી કરવાતા અસલ સ્કેન કરેલા ડોકયુમેન્ટ પરત આપવા રૂપિયા 5 હજારની લાંચની માંગણી કરી હતી. જે વકીલે રૂપિયા 5 હજાર સબ રજીસ્ટ્રાર જીગીશાબેનને આપ્યા હતા. તે વખતે એસીબીએ રંગે હાથ રૂપિયા 5 હજાર સ્વીકારતા જીગીશાબેનને પકડી લીધા. આણંદ એસીબીએ આ લાચીયા મહિલા અધિકારી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે એસીબીના આ છટકા બાદ સબ રજીસ્ટર કચેરીના કર્મચારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?