ગુરૂગ્રામથી સામે આવ્યો સ્ટંટનો વીડિયો! ચાલતી કારની છત પર બેસીને 4 યુવકોએ દારૂ પીધો અને પુશ-અપ કર્યા, પોલીસે કરી કાર્યવાહી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-31 12:56:58

સોશિયલ મીડિયા પર સ્ટંટ કરતા લોકોના વીડિયો ઘણી વખત વાયરલ થઈ જતા હોય છે. ત્યારે એક વીડિયો ગુરૂગ્રામથી સામે આવ્યો છે જેમાં ચાર લોકો ચાલતી ગાડીમાં છાપરા પર બેસી દારૂ પી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. દારૂ પીને એક યુવક પુશ અપ કરી રહ્યો છે. આ વીડિયો સામે આવતા પોલીસે કાર્યવાહી કરી છે.  યુવકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર એક વ્યક્તિને પોલીસે હિરાસતમાં લઈ લીધો છે જ્યારે અન્ય ત્રણ લોકોની શોધખોળ પોલીસ કરી રહી છે. પોલીસે 6 હજારથી વધારેનો દંડ ફટકાર્યો છે. 

Gurugram Viral Car Video Two arrested for drinking alcohol and doing push ups on the roof of a car in Gurugram police गुरुग्राम में कार की छत पर पी शराब, पुश-अप भी लगाए, दो गिरफ्तार

છત પર બેસી વ્યક્તિ પુશ-અપ્સ કરતો નજરે પડ્યો!

જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે વીડિયો ગુરૂગ્રામના સાઈબર હબ વિસ્તારનો છે. પોલીસના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા પર બે વીડિયો વાયરલ થઈ રહ્યા છે. પહેલા વીડિયોમાં એક વ્યક્તિ ચાલતી ગાડીમાંથી બહાર નીકળે છે અને ગાડીના છાપરા પર જઈ બેસી જાય છે. તેના હાથમાં દારૂની બોટલ જોવા મળે છે. બીજો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં તેની સાથે ત્રણ બીજા લોકો દેખાઈ રહ્યા છે. આ દરમિયાન તે ચાલુ ગાડીમાં પુશઅપ કરી રહ્યો છે. બાકીના લોકો ચાલતી ગાડીની બારીમાંથી બહાર જોઈ અવાજ કરી તેમજ નાચતા જોવા મળે છે.   

   

પોલીસે સ્ટંટ કરતા લોકો વિરૂદ્ધ કરી કાર્યવાહી!

મહત્વનું છે કે આ વીડિયો સામે આવતા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ગાડીની નંબર પ્લેટ આધારે દંડ ફટકારવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર ગુરૂગ્રામ પોલીસે ગાડીને કબજે કરી લીધી છે. એક વ્યક્તિની પોલીસે અટકાયત પણ કરી લીધી છે. વાહન ચલાવતી વખત કરવામાં આવતા સ્ટંટના વીડિયો અનેક વખત સામે આવતા રહે છે. સ્ટંટ કરતા વ્યક્તિઓને કારણે અનેક વખત અકસ્માત સર્જાય છે અને અનેક લોકોના જીવ જતા હોય છે. લોકોના જીવ જોખમમાં મૂકાય છે.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?