સુરતમાં સ્ટંટ કરવું બાળકને પડ્યું ભારે, સ્પીડમાં સાયકલ હોવાને કારણે બમ્પ કુદાવવા જતાં જમીન પર પટકાયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-13 14:59:08

સુરતથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં સ્પીડમાં સાયકલ ચલાવતો બાળક અકસ્માતનો શિકાર બન્યો છે. સાયકલ પરથી સ્ટંટ કરવા જતા બાળક રોડ પર પટકાયો હતો જેને કારણે બાળકને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. અકસ્માતને કારણે બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે સાથે જ વાલીઓને આ અંગે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. 


સ્ટંટ કરતી વખતે બાળકને પહોંચી ગંભીર ઈજાઓ 

અનેક વખત સ્ટંટ કરવાને કારણે લોકો અકસ્માતનો શિકાર બનતા હોય છે. સ્ટંટને કારણે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતી હોય છે. ત્યારે સુરતથી માતા -પિતાને સજાગ કરતો એક કિસ્સો સામે આવ્યો છે. બમ્પને કૂદાવતી વખતે સ્ટંટ કરવાનો બાળકે પ્રયાસ કર્યો. પરંતુ સ્ટંટ દરમિયાન બાળક ઉલળી પડ્યો. જેને કારણે માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. મસ્તી કરતા કરતા સાયકલ ચલાવવાને કારણે અકસ્માતનો ભોગ બાળક બની ગયો છે. સ્ટંટના ચક્કરમાં બાળક જમીન પર ઊંઘા માથે પટકાય છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરા ફૂટેજ સામે આવ્યા છે. 


બમ્પ કૂદાવતી વખતે કર્યો હતો સ્ટંટ    

મળતી માહિતી અનુસાર આ વીડિયો સુરતના કાપોદ્રા વિસ્તારનો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક બાળક સોસાયટીના રસ્તામાં સાયકલ લઈને નીકળે છે. મસ્તી કરતા કરતા સાયકલ ચલાવે છે. મસ્તીની ધૂનમાં હોય છે. રસ્તામાં બમ્પ આવ્યો ત્યારં તે દરમિયાન બાળકે બમ્પને કૂદાવવાનો પ્રયાસ કરી સ્ટંટ કરવા ગયો હતો. પરંતુ બેલેન્સ બગડવાને કારણે તે જમીન પર માથાના ભાગે પટકાય છે. ઊંઘા માથે બાળક પટકાતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. 


ઈજાગ્રસ્ત બાળકના પિતાએ કરી અપીલ 

બાળકને મોઢાના ભાગે ફેક્ચર થયું છે. હાલ તો આ બાળકની સ્થિતિ સ્થિર છે પરંતુ દરેક માતા-પિતા તેમજ બાળકને આ ઘટનાથી બોધ લેવો જોઈએ. જે બાળકને માથાના ભાગમાં ઈજા પહોંચી છે તેના પિતાએ બાળકોને સાવધાનીથી સાયકલ ચલાવવાની વિનંતી કરી છે. આ અંગે બાળકોના વાલીઓને પણ ધ્યાન રાખવું જોઈએ. ઉપરાંત સાયકલ બરોબર છે કે નહીં તે અંગે પણ ધ્યાન રાખવું જોઈએ. ઘણી વખત ઝડપની મજા મોતની સજા બની જતી હોય છે. આ ઘટનામાંથી દરેક બાળકોને શીખ લેવી જોઈએ.        




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...