કર્ણાટક બાદ હવે શ્રીનગરની સ્કૂલમાં હિજાબ વિવાદઃ મુસ્લિમ વિદ્યાર્થિનીઓનો વિરોધ, કહ્યું- અમે તેને પહેરવાનું બંધ નહીં કરીએ


  • Published By :
  • Published Date : 2023-06-08 22:20:22

કર્ણાટક બાદ હવે હિજાબનો વિવાદ જમ્મુ-કાશ્મીર સુધી પહોંચી ગયો છે. શ્રીનગરના રૈનાવાડી વિસ્તારમાં આવેલી વિશ્વ ભારતી મહિલા સ્કૂલની વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે તેમને હિજાબ પહેરવાથી રોકવામાં આવી રહી છે. આ મામલે વિદ્યાર્થિનીઓએ કહ્યું કે હિજાબ અમારા ધર્મનો એક ભાગ છે અને અમે તેને બિલકુલ હટાવીશું નહીં. જ્યારે અન્ય શાળાઓમાં તેને લગાવવાની મંજૂરી છે તો અમારી શાળામાં કેમ નહીં? શાળા વહીવટી તંત્રના આ આદેશ સામે વિદ્યાર્થિનીઓએ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.


વિદ્યાર્થીનીઓએ સ્કૂલ પ્રશાસનને કર્યા આ સવાલ


સ્કૂલના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરતા મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ કહ્યું કે સ્કૂલ પ્રશાસન આ મુદ્દાને ધાર્મિક બનાવી રહ્યું છે. તેમના તરફથી સાંપ્રદાયિક નિવેદનો કરવામાં આવી રહ્યા છે. એક મુસ્લિમ છોકરીએ કહ્યું કે શાળા પ્રશાસન અમને કાં તો અમારો હિજાબ ઉતારવા અથવા દરગાહમાં જવા માટે કહી રહ્યું છે. છોકરીઓનો પ્રશ્ન એ છે કે શું હિજાબ પહેરેલી છોકરીઓને શિક્ષણનો અધિકાર નથી?


સ્કૂલના પ્રિન્સિપાલે શું કહ્યું?


સ્કૂલના પ્રિન્સિપાલ મીમ રોઝ શફીએ આ મામલે ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે આ મુદ્દે કેટલીક ગેરસમજ ઉભી થઈ છે. અમારી બાજુથી, વિદ્યાર્થિનીઓને શાળાની અંદર તેમના ચહેરો ખુલ્લો રાખવા માટે કહેવામાં આવ્યું હતું, કારણ કે ઘણી છોકરીઓ તેમના ચહેરાને સંપૂર્ણપણે ઢાંકેલો રાખે છે. આ સ્થિતીમાં શિક્ષક માટે વિદ્યાર્થિનીની ઓળખ કરવી પણ મુશ્કેલ બની જાય છે અને કેટલાક કિસ્સાઓમાં ઘણા બાળકો તેમની પ્રોક્સી હાજરી પણ માર્ક કરે છે. જેના કારણે અમે શાળાની અંદર મોઢું ઢાંકેલું ન રાખવા જણાવ્યું હતું. પ્રિન્સિપાલે વધુમાં સ્પષ્ટતા કરી કે શાળાનો પોતાનો ડ્રેસ કોડ છે. તેમાં સફેદ રંગના હિજાબનો પણ સમાવેશ થાય છે, પરંતુ ઘણી છોકરીઓ સફેદ હિજાબને બદલે કાળો અથવા અલગ રંગના ડિઝાઇનર હિજાબ પહેરે છે. તેમને કહેવામાં આવ્યું હતું કે જો તેમણે હિજાબ પહેરવો હોય તો સફેદ પહેરો, જે ડ્રેસ કોડમાં સામેલ છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.