IIT હૈદરાબાદમાં ભણતી વિદ્યાર્થીનીએ ટૂંકાવ્યું જીવન, માનસિક તણાવ હોઈ શકે છે આત્મહત્યા કરવા પાછળનું કારણ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-08 12:20:48

આજકાલની જનરેશનમાં સ્ટ્રેસ લેવલ ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે. કોઈને ભણવાનું ટેન્શન હોય, કોઈને નાણાકીય પ્રોબ્લેમ હોય, પર્સનલ પ્રોબ્લેમ સહિત અનેક કારણો હોય છે જેને કારણે લોકોમાં સ્ટ્રેસ લેવલ એકદમ વધી ગયું છે. આઈઆઈટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ પોતાની હોસ્ટેલની રૂમમાં ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. મળતી માહિતી અનુસાર જે વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી છે તેનું નામ મમિતા નાયક છે આ પગલું 7 ઓગસ્ટે ભર્યું હોવાનું માનવામાં આવે છે. ઓડિશામાં રહેતી મમિતાએ ગયા મહિને જ પ્રવેશ મેળવ્યો હતો. મમિતાનો મૃતદેહ પંખા સાથે લટકેલો મળ્યો હતો. જે બાદ હોસ્ટેલના સંચાલકને આ મામલે જાણ કરવામાં આવી હતી.


એમ ટેકમાં ભણતી વિદ્યાર્થીનીએ ટૂંકાવ્યું જીવન

આત્મહત્યાના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, અનેક એવા કિસ્સાઓ છે જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરતા હોય છે. ત્યારે વધુ એક વિદ્યાર્થીનીએ પોતાનું જીવન ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું છે. આઈઆઈટી હૈદરાબાદમાં તે એમ ટેક પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. મહત્વનું છે કે આજના જમાનામાં અનેક લોકો સ્ટ્રેસનો શિકાર બની રહ્યા છે. ભણવાનો પણ હવે વિદ્યાર્થીઓને બોજો લાગતો હોય તેવું લાગી રહ્યું છે. મહત્વનું છે કે આપણી લાઈફ સ્ટાઈલ પણ આવી જ થઈ ગઈ છે જે સ્ટ્રેસને આમંત્રણ આપે છે. 


અનેક લોકોએ માનસિક તણાવને કારણે કરી છે આત્મહત્યા 

પહેલા એવું હતું કે માત્ર મોટા લોકોને જ કામનો સ્ટ્રેસ રહેતો હતો, અનેક પ્રોબ્લેમનો સામનો તે કરતા હોય છે પરંતુ હવે તો નાની ઉંમરે લોકોમાં ટેન્શનનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. મમિતા નામની વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ પોતાના જીવનને ટૂંકાવ્યું હતું. આત્મહત્યા કરતા પહેલા વિદ્યાર્થીનીએ એક સ્યૂસાઈડ નોટ લખી હતી. તેમણે લખ્યું કે આત્મહત્યા કરવા પાછળ કોઈ બીજુ કારણ જવાબદાર નથી. એવું માનવામાં આવે છે કે માનસિક તણાવને કારણે મમિતાએ આ પગલું ઉઠાવ્યું હોય. આ ઘટનાની જાણ થતાં હોસ્ટેલ સંચાલકોએ પોલીસને જાણ કરી અને વિદ્યાર્થીનીના શવને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં  આવ્યો છે. આ પહેલી એવી ઘટના નથી જેમાં વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું હોય. જે આંખોમાં સપના સેવાતા હોય તે જ આંખો અચાનક બંધ કરી દેતા યુવાનો એક વખત પણ નથી વિચારતા. બાળક તો દુનિયાને અલવિદા કહી જતું રહે છે પરંતુ માતા પિતાને પોતાની પાછળ રડતા મૂકી જાય છે.       



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.