ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થિનીએ ધોરાજીમાં કરી આત્મહત્યા,પિતા અંગે લખ્યું I HATE YOU PAPA


  • Published By :
  • Published Date : 2023-03-12 20:44:26

નાના બાળકોનું મન કોમળ ફુલ સમાન હોય છે. આ બાળકોને જો લાગણી, હૂંફ, પ્રેમ અને સ્નેહ આપવામાં ન આવે તો તેઓ મૂરજાવા લાગે છે. ઘણી વખત બાળકોને માતા-પિતાનો પ્રેમ ન મળે તો તે આત્મહત્યા કરી લેતા હોય છે. આવી એક ઘટના  રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં બની છે. રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે આવેલી રોયલ સ્કૂલમાં ધો.11માં અભ્યાસ કરતી તેમજ હોસ્ટેલમાં જ રહેતી દિવ્યા રમેશભાઈ ડોડીયા નામની વિદ્યાર્થિનીએ તેના હોસ્ટેલના રૂમમાં આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. 


દિવ્યા ડોડીયાના આપઘાતથી હડકંપ


રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે આવેલી રોયલ સ્કૂલમાં ધો.11માં અભ્યાસ કરતી તેમજ હોસ્ટેલમાં જ રહેતી દિવ્યા રમેશભાઈ ડોડીયા (ઉવ.16) નામની વિદ્યાર્થિનીએ પોતાના જ હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધા હોવાનો બનાવ સામે આવ્યો છે. મૃતક વિદ્યાર્થિની પોતાની સ્યુસાઇડ નોટમાં પોતાના આપઘાત પાછળ અન્ય કોઈ નહીં પરંતુ તેના પિતા જવાબદાર હોવાનું જણાવ્યું છે. દિવ્યાએ પોતાની સ્યુસાઇડ નોટમાં " I HATE YOU PAPA " પણ લખ્યું છે.


પિતાની નફરત બની મોતનું કારણ


દિવ્યા ડોડીયાએ જે નોટબુકમાં સ્યુસાઈડ નોટ લખી છે તેમાં લખ્યું છે કે, પપ્પા મારા મરવાનું એક જ કારણ છે અને એ છો તમે. તમે મને અતિ નફરત કરતા હતા, તમે મને ક્યારેય પોતાની દીકરી જ નહોતી સમજી. બસ ઓર્ડર અને ગુસ્સો કરતા જ તમને આવડતું હતું. મારા મરવા પાછળ મને એક બાનો અફસોસ છે. જેને મને મા અને બાપ બંનેનો પ્રેમ આપ્યો. SORRY DADI. I HATE YOU PAPA. મા જ્યારે યાદ કરીશ ત્યારે તારી સાથે હોઇશ. મા મને માફ કરી દેજો. કેમ કે આટલા ટેન્શનમાં હું જીવી શકું તેમ નથી. મા મારી આત્માને ક્યારે શાંતિ નહીં મળે. મારા એક એક આંસુનો બદલો લઈશ.


કોણ છે દિવ્યા ડોડીયા?


દિવ્યા ડોડીયા પોરબંદરના કુતિયાણાની રહેવાસી છે, તે છેલ્લા કેટલાય સમયથી પોતાના પિતા અને દાદી સાથે જ રહેતી હતી. ધોરણ 11-12 સાયન્સમાં અભ્યાસ કરવા માટે તે ધોરાજીની રોયલ સ્કૂલ ખાતે આવી હતી. તેમજ સ્કૂલની હોસ્ટેલમાં જ તે રહેતી હતી. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, ગઈ કાલે રાત્રે જમીને પોતાના રૂમમાં ગયા બાદ દિવ્યાએ છેલ્લી વખત પોતાના પરિવારજનો સાથે વાતચીત પણ કરી હતી. વાતચીતમાં પોતાની તબિયત સારી નથી તેવું જણાવ્યું હતું. તેમજ મૃતક દિવ્યાના પિતા BSFમાં નોકરી કરી ચૂક્યા હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?