રખડતા ઢોર સામે RMCનું આકરૂ વલણ, એક્શન પ્લાન કરાયો તૈયાર, રાજકોટમાં કાલથી શરૂ થશે ઢોર પકડવાની ઝુંબેશ


  • Published By :
  • Published Date : 2023-10-30 18:09:57

રાજ્યના તમામ શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે, ગુજરાત હાઈકોર્ટે રખડતા ઢોરને લઈ આકરૂ વલણ અપનાવ્યું છે જેના કારણે સરકાર પણ એક્શનમાં આવી છે. અમદાવાદ બાદ હવે રાજકોટમાં પણ રાજકોટ મહાનગરપાલિકામાં મેયરની અધ્યક્ષતામાં પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, સ્ટે. ચેરમેન, અને અધિકારીઓ તથા ઢોર પકડ પાર્ટીના અધિકારીઓ સાથે બેઠક યોજી રાજકોટ શહેરમાં ઢોર નિયંત્રણ કાયદાની કડક અમલવારી કરવા માટેની ચર્ચા હાથ ધરી એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે શહેરી વિકાસ વિભાગે પણ બેઠક યોજી શહેરોમાં રખડતા ઢોરોને નિયંત્રણ રાખવામાં ગાઈડલાઈન્સનો કડક અમલ કરાવવા કોર્પોરેશન અને નગરપાલિકાને સુચના આપી હતી.


બેઠકમાં શું નિર્ણય લેવામાં આવ્યો?

 

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક્સન પ્લાન હેઠળ આગામી દિવસોમાં આગામી દિવસોમાં ઢોર નિયંત્રણ કાયદા હેઠળ પોલીસના સહકારથી ઢોર પકડવાની કામગીરી સાથો સાથ પશુપાલકો દ્વારા થઈ રહેલા હુમલાઓને પણ કડક હાથે ડામી દેવા સહિતના આદેશો જારી કરવામાં આવ્યા છે. આજની મિટિંગમાં શહેરમાં રખડતા ઢોરને પકડવા માટે સઘન ઝુંબેશ તેમજ જાહેરમાં ઢોરને છોડી મુકતા ઢોર માલિકો તથા ઘાસચારાનું વેચાણ કરતા આસામીઓ ઉપર એફઆઈઆર નોંધવા તેમજ ઢોર નિયંત્રણ પોલિસી 2023 અંતર્ગત કડક કાર્યવાહી કરવા અને આગામી દિવસોમાં ઢોર પકડવાની કામગીરી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરવી તેમજ કામગીરીમાં હસ્તક્ષેપ કરનાર લોકો સામે એફઆઈઆર નોંધવા સહિતના પગલાંઓ લેવા માટેની સુચનાઓ આપવામાં આવી હતી.


કાલથી શરૂ થશે કાર્યવાહી


રાજકોટ મનપાના કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે સરકારની સૂચનાથી રાજકોટમાં કાલથી જ ઢોરનો ત્રાસ દુર કરવા કડક કાર્યવાહી શરૂ કરાશે. પોલીસ કમિશ્નરે પુરતો ફોર્સ ફાળવવા આજે સંકલન કર્યુ છે. તા.1થી નવા પશુ નિયંત્રણ અધિનિયમનો ચુસ્ત અમલ શરૂ કરી દેવાશે. જુદા જુદા વિભાગો ઉપરાંત પોલીસ, આરટીઓ સહિતના તંત્રની ટીમો સામેલ કરવામાં આવશે. રસ્તા પરના દબાણોનો મુદો પણ ચર્ચામાં આવ્યો છે. મુખ્ય માર્ગો કેટલ ફ્રી કરવા અંગે પણ તુરંતમાં કાર્યવાહી હાથ પર લેવામાં આવશે. મુખ્ય બજારના દબાણો હટાવવા પોલીસ અને મનપા સંયુકત કાર્યવાહી કરશે. સ્ટે.ચેરમેન જયમીન ઠાકરે યાજ્ઞિક રોડની રવિવારી બજાર હટાવવા પણ સૂચના આપી છે. આ મીટીંગમાં મેયર નયનાબેન પેઢડીયા સહિતના પદાધિકારીઓ, નાયબ કમિશ્નરો, વિભાગના વડાઓ, પો.કમિશ્નર રાજુ ભાર્ગવ, નાયબ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?