Philippinesમાં અનુભવાયા તીવ્ર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલમાં નોંધાઈ આટલી ભૂકંપની તીવ્રતા


  • Published By :
  • Published Date : 2023-11-17 16:51:01

વિશ્વના અનેક દેશોમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થતો હોય છે. થોડા સમય પહેલા નેપાળમાં તિવ્રતા વાળો ભૂકંપનો આંચકો આવ્યો હતો. નેપાળમાં આવેલા ભૂકંપમાં અનેક લોકોના મોત થયા છે. એક વખત નહીં પરંતુ અનેક વખત ભૂકંપના અનુભવનો થઈ રહ્યો છે. ત્યારે આજે ફિલિપાઈન્સના મિંડાનાઓમાં ભયંકર ભૂકંપનો અહેસાસ થયો છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસના આંકડા અનુભવ ભૂકંપની તીવ્રતા 6.9 નોંધાઈ છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પૃથ્વીની સપાટીથી 10 કિમીની ઊંડાઈએ નોંધાયું છે.


નેપાળમાં થોડા સમય પહેલા આવ્યો હતો ભૂકંપ

થોડા દિવસો પહેલા નેપાળની રાજધાની કાઠમંડુમાં વહેલી સવારે 6.1ની તીવ્રતાનો ભૂકંપના આંચકો અનુભવય થયો હતો. રવિવારે સવારે 7.39 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા ત્યારે આજે ફિલિપાઈન્સમાં ધરતીકંપનો અનુભવ થયો છે. ફિલિપાઈન્સમાં 6.9ની તીવ્રતાથી ધરા ધ્રુજી છે. નેપાળમાં આવેલા ભૂકંપમાં અનેક લોકોના મોત થયા હતા ત્યારે આ ધરતીકંપમાં કોઈ જાનહાની થઈ હોય તેવી માહિતી સામે આવી નથી. નેપાળમાં આવેલા ભૂંકપના આવેલા આંચકાની અસર ભારતના અનેક રાજ્યોમાં જોવા મળી હતી. અનેક રાજ્યોની ધરા હલી હતી.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે