ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના રહ્યા છે ત્યારે સમાજનો દરેક વર્ગ તેમની માંગણીઓને લઈને ધરણા-આંદોલનો કરી રહ્યો છે. સરકારી કર્મચારીઓ, ખેડૂતો, માલધારીઓ અને હવે રિક્ષા ચાલકો પણ મેદાનમાં આવ્યા છે. રિક્ષા ચાલક યુનિયને CNGના ભાવમાં સતત થઈ રહેલા વધારાના વિરોધમાં હડતાળની જાહેરાત કરી છે.
રિક્ષા ચાલકો 10 ઓક્ટોબરે હડતાલ પર
CNGના ભાવ વધારાના વિરોધમાં 10 ઓક્ટોબરે અમદાવાદમાં રિક્ષા ચાલકો હડતાલ પાડશે. CNGના ભાવમાં ત્રણ રૂપિયાનો વધારો થતા 10મી ઓક્ટોબરે એક દિવસની પ્રતીક હડતાલના નિર્ણય કરાયો છે. જો કે આ હડતાલ પહેલા આવતીકાલે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે. જો ભાવ વધારો પાછો નહી ખેંચાય તો રિક્ષા ચાલકો હડતાલ પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.