આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી રહી છે. ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ ફરિયાદ કરાતા આમ આદમી પાર્ટીના નેતાઓ આક્રામક દેખાયા હતા. શનિવારે બજારો માટે બંધનું એલાન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા આજે ડેડિયાપાડા જઈ રહ્યા હતા. ત્યાં પહોંચે તે પહેલા જ તેમને ડિટેઈન કરી લેવામાં આવ્યા છે. યુવરાજસિંહની અટકાયત કરી લેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર નેત્રંગ ખાતે તેમને લઈ જવાયા છે.
પોલીસ કાફલો કરાયો તૈનાત!'આપ' ધારાસભ્ય @Chaitar_Vasava ના સમર્થનમાં ડેડીયાપાડા જઈ રહેલા આમ આદમી પાર્ટીના યુવા નેતા @YAJadeja ને તાનાશાહી ભાજપ સરકારના ઈશારે પોલીસ દ્વારા ડિટેઈન કરવામાં આવ્યા. pic.twitter.com/9p4TUJHxqn
— AAP Gujarat (@AAPGujarat) November 6, 2023
ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આખી ઘટના શું છે તે આપણે જાણીએ છીએ. જ્યારથી પોલીસ ફરિયાદ થવાની માહિતી સામે આવી છે ત્યારથી ધારાસભ્ય ફરાર છે. તેમની પત્નીની ધરપકડ કરી લેવામાં આવી છે. ધારાસભ્ય હજી પણ પોલીસ પકડની બહાર છે. આ ઘટના બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ આક્રામક દેખાઈ રહ્યા છે. ઈસુદાન ગઢવી, યુવરાજસિંહ જાડેજા સહિતના નેતાઓએ આ મામલે પ્રતિક્રિયા આપી છે. ડેડિયાપાડામાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ ત્યાં હાજર છે.
ચૈતર વસાવાના સમર્થનમાં જઈ રહ્યા હતા આપ નેતા
આ બધા વચ્ચે યુવરાજસિંહ ડેડિયાપાડા જવા નિકળ્યા હતા તે બધા વચ્ચે એવી માહિતી સામે આવી છે કે તેમની અટકાયત કરી લેવામાં આવી છે. ચૈતર વસાવાના સમર્થનમાં તેઓ ડેડિયાપાડા જવા રવાના થયા હતા પરંતુ રસ્તા જ તેમને રોકી દેવામાં આવ્યા છે.