હવે થી મેટ્રોને નુકશાન કરનાર સામે થશે કડક કાર્યવાહી ,રૂ. 5 હજારના દંડથી માંડીને થશે જેલની સજા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-07 13:15:45


દિવાળી પેહલા ગુજરાત સરકારે અમદાવાને બે મોટી ભેટ આપી હતી જેમાં એક હતી મેટ્રો અને બીજી વંદે ભારત ટ્રેન . ત્યારે હવે અમદવાદીઓએ મેટ્રો પર જતી વખતે કેટલીક બાબતો ધ્યાન રાખવી પડશે કેમ કે હવે અમદાવાદ મેટ્રોને નુકશાન કરનાર સામે કડક કાર્યવાહી થશે 



કયા ગુન્હા માટે શું છે સજા ? 

શહેરમાં મેટ્રો કોચને નુકસાન કરનારા સામે કડક કાર્યવાહી કરાશે. જેમાં જે પાનની પિચકારી મારશે તેને રૂપિયા 5 હજાર સુધીનો દંડ અને જેલની સજા કરાશે. જે કોચ-પરિસરમાં પોસ્ટર ચોંટાડશે તેને 6 માસની જેલ થશે. કારણ વિના જો કોઇ બેલ કે એલાર્મ વગાડશે તો તેવાને પણ 1 વર્ષની જેલની સજા થશે.


ઉપરાંત મેટ્રોની ટિકિટ ફોર્જ કરવા પર પણ 6 મહિનાની જેલ થશે. દારૂના નશામાં કે અભદ્ર વર્તન કરનાર અથવા તો અન્ય એવી કોઇ બાબતે રૂ. 200નો દંડ થશે તેમજ પાસ પણ જપ્ત થઇ જશે. આ સિવાય ખતરનાક કે પ્રતિબંધિત ચીજસ્તુઓ પણ ટ્રેનમાં લાવનારને 4 વર્ષ સુધીની જેલની સજા થશે.


મેટ્રો કોચમાં લખવા પર અથવા કંઈ પણ દોરવા પર પણ 500 રૂપિયાનો દંડ ફટકારાશે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...