Parliament Security Breach Incidentને લઈ લોકસભા સચિવાયલ દ્વારા લેવાયા કડક એક્શન,બંને સદનોમાં હંગામો, વિપક્ષે કરી આ માગ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-14 13:40:32

ગઈકાલે 22 વર્ષ પછી સંસદમાં હુમલો થવાનો ઈતિહાસ રચાયો હતો. બુધવારે લોકસભાની કાર્યવાહી ચાલી હતી તે દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાંથી સદનમાં ઘૂસી ગયા વ્યક્તિઓ કૂદી પડ્યા હતા અને સ્પ્રે વડે હુમલો કર્યો હતો. બપોરના સમયે આ ઘટના બની હતી. સંસદને એકદમ સુરક્ષિત સ્થળ માનવામાં આવે છે પરંતુ ગઈકાલે થયેલા હુમલાને કારણે સંસદની સુરક્ષા પર સવાલો ઉભા થઈ રહ્યા છે. કારણ કે લોકસભાની અંદર વ્યક્તિઓ ઘૂસી જાય ત્યાં સુધી કોઈને ખબર નથી પડતી! આ ઘટના બાદ સાંસદોમાં દોડભાગ થઈ ગઈ હતી. સંસદની બહાર ઉભેલા લોકોએ નારેબાજી કરી હતી. સંસદ કેમ્પસમાં પ્રદર્શન કર્યું હતું અને તાનાશાહી નહીં ચાલે જેવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

  

સુરક્ષા ચૂક મામલે 8 કર્મીઓને કરાયા સસ્પેન્ડ

સંસદમાં થેયલા હુમલા બાદ સુરક્ષામાં ખામીને લઈ કેન્દ્રીય ગૃહમંત્રાલય એક્ટિવ મોડમાં આવ્યું છે. સુરક્ષા ચૂક બદલ મંત્રાલયે તપાસના આદેશ આપ્યા છે ઉપરાંત આ ઘટના બાદ 8 કર્મચારીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર સસ્પેન્ડ કરવામાં આવેલા કર્મીઓમાં રામપાલ, અરવિંદ, વીરદાસ, ગણેશ, અનિલ,પ્રદીપ, વિમિત્ત અને નરેન્દ્રનો સમાવેશ થાય છે. સંસદમાં થયેલા હુમલા બાદ વિપક્ષ દ્વારા આ મામલે સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. સંસદના બંને સદનોમાં વિપક્ષ દ્વારા આ મામલે હોબાળો કરવામાં આવ્યો. મંત્રાલયે કહ્યું હતુ કે  "લોકસભાના મહાસચિવના પત્ર પર ગૃહ મંત્રાલયે CRPFના DG અનીશ દયાલ સિંહની અધ્યક્ષતામાં SITની રચના કરી છે."   

વિપક્ષી સાંસદોએ કરી આ માગ!

ઘટનાને લઈ અલગ અલગ સાંસદો પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં સરકાર પર નિશાન સાધતા કહ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ મામલે બંને ગૃહમાં નિવેદન આપવું જોઈએ. તે ઉપરાંત કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું કે સાંસદોની સમસ્યા એ છે કે સરકાર આને પૂરતી ગંભીરતાથી લઈ રહી નથી...આપણે ઉચ્ચ જવાબદાર સ્તરે સરકાર પાસેથી સાંભળવું જોઈએ. અમે ઈચ્છીએ છીએ કે ગૃહમંત્રી સંસદમાં આવે અને બોલે. તે ઉપરાંત હોબાળાને જોતા સદનની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. સદનમાં આવી અમિત શાહ આ મામલે બોલે તેવી માગ વિપક્ષી સાંસદો દ્વારા કરવામાં આવી છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?