દેશની સૌથી મોટી ઓનલાઈન કંપની પેટીએમ વિરૂધ્ધ આરબીઆઈએ તાજેતરમાં જ મોટી કાર્યવાહી કરી છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે ગુરૂવારે કહ્યું કે પેટીએમ મામલામાં મેનેજમેન્ટના સ્તર પર કોઈ ચિંતાની વાત નથી. જો કે પેટીએમ પર કાર્યવાહી પેટીએમ પેમેન્ટસ બેંક પર કાર્યવાહી નિયમોનું અનુપાલન નહીં કરવાના કારણે થઈ છે. દાસે કહ્યું કે આરબીઆઈ એક જવાબદાર રેગ્યુલેટર છે, તેમણે સવાલના લહેકામાં પૂછ્યું કે જો આરબીઆઈના વર્તુળમાં આવતી તમામ નાણાકીય સંસ્થાઓ તમામ જરૂરીયાતો પૂરી કરે છે તો કેન્દ્રીય બેંકને કોઈ યુનિટની સામે કાર્યવાહીની શું જરૂર છે? ઉલ્લેખનિય છે કે આરબીઆઈએ પેટીએમ પેમેન્ટસ બેંકની તમામ સર્વિસ પર માર્ચ સુધી રોક લગાવી દીધી છે. માત્ર ટ્રાન્સફર અને વિડ્રોઅલની જ મંજુરી આપી છે. પરંતું 29 ફેબ્રુઆરીથી યુઝર્સ તેમનું વોલેટ કે ફાસ્ટેગ ટોપ નહીં કર શકેગે. તેની સાથે જ પોતાના એકાઉન્ટમાં પૈસા ડિપોઝીટ કરી શકશે નહીં.
#WATCH | On Paytm issue, RBI Deputy Governor Swaminathan Janakiraman says, "This is a supervisory action on a regulated entity for persistent non-compliance..." pic.twitter.com/oCbk8UC68j
— ANI (@ANI) February 8, 2024
ગ્રાહકોના હિતોની સુરક્ષા માટે કાર્યવાહી
#WATCH | On Paytm issue, RBI Deputy Governor Swaminathan Janakiraman says, "This is a supervisory action on a regulated entity for persistent non-compliance..." pic.twitter.com/oCbk8UC68j
— ANI (@ANI) February 8, 2024શક્તિકાંત દાસે આ અંગે કહ્યું કે આરબીઆઈ દ્વિપક્ષીય આધાર પર સંસ્થાઓની કામ કરે છે. તેમને જરૂરી સમય આપીને નિયમોના અનુપાલન માટે પ્રોત્સાહિત કરે છે. નિરિક્ષણ સ્તર કાર્યવાહી ત્યારે જ કરવામાં આવે છે જ્યારે કોઈ યુનિટ દ્વારા જરૂરી પગલા લેવામાં આવતા નથી. જ્યારે રેગ્યલેટેડ કંપની (બેંક અને એનબીએફસી) અસરકારક કાર્યવાહી નથી કરતી ત્યારે જ અમે કામકાજ પર પ્રતિબંધ લગાવવા માટે પગલા ભરીએ છીએ. તેમણે કહ્યું કે કાર્યવાહીના સ્તરે સ્થિરતા કે ડિપોઝીટર કે ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે.
ઈનોવેશન પર શું કહ્યું?
ગવર્નર દાસે ફાયનાન્સિયલ સેક્ટરમાં ઈનોવેશનને પ્રોત્સાહિત કરવા માટે કેન્દ્રિય બેંકની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે કેન્દ્રિય બેંક ચિંતાઓ દુર કરવા માટે આગામી સપ્તાહે FAQ જાહેર કરશે. વધુમાં તેમણે કહ્યું કે આરબીઆઈને આ મામલે લોકોની વ્યાપક પ્રતિક્રિયાઓ મળી છે. આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર સ્વામીનાથનજીએ કહ્યું કે ફાયનાન્સિયલ ટેકનોલોજી (ફિનટેક) સામે કાર્યવાહી સતત નિયમોનું પાલન નહીં કરવાના કારણે કરવામાં આવી છે.