Ahmedabadમાં રખડતા શ્વાન બની મોટી સમસ્યા, પ્રતિદિન આટલા લોકો બને છે હુમલાનો શિકાર! આંકડો વાંચી તમે ચોંકી જશો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-23 10:53:34

રખડતા ઢોર અને રખડતા શ્વાનના આતંકના સમાચારો સતત જોવા મળતા હોય છે. એક તરફ બિસ્માર રસ્તાને કારણે તો બીજી તરફ રખડતા ઢોરના આતંકને કારણે રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે અમદાવાદ માટે એક રિપોર્ટ બહાર આવ્યો છે જેમાં ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023 સુધી કેટલા કેસ રખડતા શ્વાન કરડવાના નોંધાયા છે તે જણાવવામાં આવ્યું છે. જે રિપોર્ટ સામે આવ્યો છે તે અમદાવાદ સિવિલનો છે. એક જ વર્ષ દરમિયાન અમદાવાદ સિવિલમાં 8400થી વધુ દર્દીઓને સારવાર અપાઈ છે જ્યારે સોલા સિવિલમાં 8000થી વધારે દર્દીઓએ સારવાર લીધી છે. અનુમાન અનુસાર આ સમયગાળાની અંદર અંદાજીત 55600થી વધુ લોકોને કૂતરા કરડ્યા છે. 


વર્ષ 2022 દરમિયાન 55 હજારથી વધુ લોકોને કૂતરા કરડ્યા! 

રસ્તા પર ચાલતા લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ખરાબ રસ્તો, રસ્તા પર જોવા મળતા ઢોર વગેરે વગેરે.. અનેક વખત રખડતા પશુના હુમલાને કારણે લોકોને જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં અનેક લોકોએ પોતાનો જીવ રખડતા ઢોરના કારણે તેમજ રખડતા શ્વાનના હુમલાને કારણે ગુમાવ્યા છે. અમદાવાદ જેવા વિકસીત શહેરમાં પણ રખડતા શ્વાનનો આતંક જોવા મળે છે. એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં એક વર્ષના સમયગાળાની અંદર 55000થી વધુ લોકો રખડતા શ્વાનના હુમલાનો શિકાર બન્યા છે. મહત્વનું છે કે ગુજરાતમાં વર્ષ 2022 દરમિયાન 1.44 લાખ કેસ નોંધાયા હતા જેમાંથી અનેક લોકોના મોત પણ થઈ ગયા છે. 


ક્યારે કેટલા કેસ નોંધાયા?

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓક્ટોબર 2022માં 754 લોકોએ, નવેમ્બર 2022માં 865 લોકો, ડિસેમ્બર 2022માં 1095 લોકોએ સારવાર લીધી છે. જાન્યુઆરી 2023માં 1040 લોકોએ, ફેબ્રુઆરી  2023માં 982 લોકોએ, 985 લોકોએ માર્ચ દરમિયાન સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી છે. એપ્રિલ 2023માં 1043 લોકોએ, મે 2023માં 990, જૂન 2023માં 870 લોકોએ સારવાર લીધી છે. જુલાઈ 2023માં 855 લોકોએ, ઓગસ્ટમાં 770 જ્યારે સપ્ટેમ્બરમાં 895 કેસ કૂતરા કરડવાના નોંધાયા છે. 55,600 લોકને કૂતરા કરડ્યા છે તેવો આંકડો સામે આવ્યો છે. આંકડા પ્રમાણે જોવા જઈએ તો રોજ દોઢસો લોકો આ રખડતા શ્વાનના હુમલાનો શિકાર બને છે. આ આંકડા ચિંતાજનક છે.   


નાના બાળકો પર શ્વાન વધારે કરે છે હુમલા!

મહત્વનું છે કે વહેલી સવારે તેમજ મોડી રાત્રે વાહનો પાછળ કૂતરા દોડતા હોય છે. કૂતરો પાછળ ભાગવાથી વાહનલચાલકો વાહનની સ્પીડ વધારી દે છે. સ્પીડ વધારવાને કારણે અકસ્માત થવાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. પોળમાં, સોસાયટીઓમાં બાળકો જ્યારે રમતા હોય છે તે વખતે રખડતા શ્વાન તેમની પર હુમલો કરે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જેટલા પણ કેસો નોંધાય છે તેમાં બાળકો પર હુમલાના વધારે કેસ હોય છે. 14 વર્ષથી નાના બાળકો પર હુમલો શ્વાન કરે છે. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?