અમદાવાદમાં રખડતા ઢોર નિયંત્રણ પોલીસીનો આજથી અમલ, AMCતંત્રએ 7 ઝોનમાંથી 58 ઢોર પકડ્યા


  • Published By :
  • Published Date : 2023-09-01 22:00:17

અમદાવાદ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. રસ્તે-રસ્તે રખડતા ઢોર રાહદારીઓ અને વાહનચાલકોને પણ અડફેટે લઈ રહ્યા છે. રસ્તા પર ભટકતુ મોત હોય તે પ્રકારનો ત્રાસ શહેરમાં જોવા મળી રહ્યો છે. રખડતા ઢોર મામલે અગાઉ હાઇકોર્ટ દ્વારા પણ તંત્રને કાર્યવાહી કરવાની ટકોર કરવામાં આવી છે, છતાં હાઇકોર્ટના આદેશનું પણ જાણે તંત્ર ઉલ્લંઘન કરતો હોય તેવું જોવા મળી ચૂક્યું છે. અમદાવાદ શહેરમાં રખડતા ઢોરના ત્રાસના નિવારણ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી નવી પોલિસી બનાવવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ આજથી એટલે કે પહેલી સપ્ટેમ્બરથી રખડતા ઢોરના ત્રાસના નિવારણ માટે બનેલી નવી પોલિસીનો અમલનો આદેશ કર્યો છે. ઉલ્લેખનિય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસન દ્વારા રોડ પર રખડતા ઢોર પકડવા માટે વિવિધ ઝોન વોર્ડના વિભાગને મહત્ત્વની સૂચના અંગેનો એક પરિપત્ર કર્યો હતો.


રખડતા ઢોરો પકડવાની કામગીરી શરૂ


અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિવિધ વિભાગોને આ પોલીસીના અમલ માટે આદેશ કર્યો છે. જેમાં મ્યુનિસિપલ કમિશનર શહેરના સાત ઝોનના અડતાલીસ વોર્ડના વિસ્તારમાં રોડ ઉપર રખડતા પશુઓને પકડવા સી.એન.સી.ડી. સહિતના અન્ય વિભાગોને જવાબદારી સોંપી છે. આજે 1 સપ્ટેમ્બર 2023થી આ નિતીનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરુપે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં રખડતા ઢોરો પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન આજ રોજ 58 ઢોર પકડવામાં આવ્યા છે અને ગેરકાયદેસર ઘાસચારો વેચતા સાત સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. રખડતા પશુને લગતી ફરિયાદોની સમીક્ષા કરી વધુ ફરિયાદ આવતી હોય તેવા વોર્ડ-વિસ્તારમાં સંયુકત ડ્રાઈવ કરી કામગીરી શરૂ કરવામાં આવી છે.


અમદાવાદના આ વિસ્તારોમાં કાર્યવાહી


અમદાવાદ શહેરનાં 7 ઝોનમાંથી જાહેર સ્થળો પર રખડતાં મૂકવામાં આવેલા 58 જેટલા પશુઓ પકડવામાં આવ્યા છે. તથા જમાલપુર, અમરાઇવાડી, રાધારમણ સાસાયટી, અનિલ સ્ટાર્ચ મીલની પાસે, સરદાર નગર બઝાર રોડ, સીટી ગોલ્ડ સિનેમા રોડ અને મણીધર મહારાજ પાસે ગેરકાયદેસર ઘાસ વેચતા ઇસમો વિરુધ્ધ જે-તે પોલીસ સ્ટેશનમાં 7 પોલીસ ફરિયાદ કરાઇ છે અને 235 ક્રિ.ગ્રા ઘાસચારો જપ્ત કરાયો છે. 36 જેટલા પશુઓમાં RFID ચીપ અને ટેગીંગ કરવામાં આવ્યું છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?