રાજ્યમાં રખડતાં ઢોરનો આતંક સતત વધી રહ્યો છે, ગુજરાત હાઈકોર્ટે અનેક વખત રાજ્ય સરકારને આ મુદ્દે ફટકાર લગાવી છે. રાજ્યના તમામ મોટા શહેરોમાં રખડતાં ઢોરથી લોકો મોતને ભેટી રહ્યા છે, તો અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. જો કે તેમ છતાં પણ સરકાર આ મુદ્દે કોઈ કાર્યવાહી કરતી નથી. સૌરાષ્ટ્રમાં પણ રખડતાં ઢોરના કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.
ગોંડલમાં એક વ્યક્તિનું મોત
સૌરાષ્ટ્રના ગોંડલમાં રખડતા ઢોરના આતંકની ઘટના સામે આવી છે. આખલાએ બાઈક પર જતા દંપતીને અડફેટે લીધું હતું, જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ગોંડલનાં ઘોઘાવદર ચોકમાં મોડી રાત્રે આ ઘટના બની હતી, રખડતા આખલાની અડફેટે બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. આ ઘટનામાં સંજયભાઈ રાવલ નામના આધેડનું મોત થયું હતું. બાઈ કચાલક સંજયભાઈના માથામાં ગંભીર ઈજા થઈ હતી. સંજયભાઈને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.