ચૂંટણી બની મજબુરી! રખડતા ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચાશે, રાજ્યપાલે બિલ પાછું મોકલ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 19:11:48

પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


રાજ્ય વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રખડતા ઢોર નિયંત્રણ કાયદાને લઈ માલધારી સમાજે આક્રમક વલણ અખત્યાર કર્યું છે. ચૂંટણી ટાણે રાજ્યની ભાજપ સરકારને માલધારીઓની નારાજગી પરવડે નહી તેથી સરકારે કાયદાને પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રખડતા ઢોર નિયંત્રણનું બિલ પરત મોકલ્યું છે. આગામી દિવસોમાં મળનારા વિધાનસભા સત્રમાં આ બિલને પરત ખેંચવાની કાર્યવાહી કરવામાં આવશે.


 રાજ્યપાલે વિચારણા માટે બિલ પરત મોકલ્યું


રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બીલ પુનઃવિચારણા માટે મોકલ્યું છે જેનો સીધો મતલબ છે કે વિધાનસભા સત્રમાં બીલ પાછું ખેંચાશે. મહત્વનું છે કે 21 અને 22 સપ્ટેમ્બરે વિધાનસભા સત્ર યોજાવા જઈ રહ્યું છે તેમાં બિલ પાછું ખેંચવાનો પ્રસ્તાવ થઈ શકે છે. માલધારી સમાજમાં રોષ જોતાં સરકાર દ્વારા બીલ પરત ખેંચવા માટે બાંહેધરી અપાઇ હતી. જો કે ઘણા મહિનાઓ વિત્યા છતાં પણ કોઈ નિવેડો ન આવતા શેરથા ખાતે યોજાયેલા માલધારી મહાસંમેલનમાં 11 ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા.



શેરથામાં યોજાયેલા મહાસંમલેનમાં કાયદાનો ઉગ્ર વિરોધ થયો હતો


રખડતા ઢોર નિયંત્રણ કાયદાનો છેલ્લા ઘણા સમયથી વિરોધ થઈ રહ્યો હતો. ગઈ કાલે રવિવારે જ માલધારી સમાજનું મહાસંમલેન શેરથા ખાતે મળ્યું હતું. આ સંમેલનમાં સરકારના ઢોર નિયંત્રણ બિલને લઈ રોષ જોવા મળ્યો હતો. માલધારી સમાજના આગેવાનોનું કહેવું છે, અમે કેટલાય સમયથી અમારા 14 મુદ્દાની માગ કરતા હતા. તેવામાં સરકાર ઢોર નિયંત્રણ બિલ લઈને આવી જેનાથી એવું લાગી રહ્યુ છે કે, સરકાર માલધારી સમાજને સજા આપવા માગતી હોય. મહત્વનું છે કે કાયદો વિધાનસભામાં પસાર થયાના થોડા દિવસમાં તેને લાગુ કરવાનું મોકૂફ રાખવામાં આવ્યું હતું. ત્યાર બાદ રખડતા ઢોર નિયંત્રણ કાયદો પરત ખેચાશે તેવો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. આ બિલને કાયદો બનાવવા માટે તેણે રાજ્યપાલ પાસે સહી કરવા મોકલવામાં આવ્યો હતો. અડાલજ પાસેના શેરથા ખાતે યોજાયેલા માલધારી વેદના મહાસંમેલનમાં હજારોની સંખ્યામાં માલધારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં માલધારી સમાજના 20 કરતાં પણ વધુ મંદિરોના મહંતો તેમજ 40 કરતાં પણ વધુ મંદિરના ભૂવાઓ, 17 કરતાં પણ વધુ સંસ્થાઓના વડાઓ તેમજ માલધારી સમાજના રાજકીય અને સામાજિક આગેવાનોએ આ સભામાં ભાગ લીધો હતો. 


રખડતા ઢોર નિયંત્રણ કાયદાને લઈને સરકાર ધર્મ સંકટમાં મૂકાઈ 


ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ સરકારે વિધાનસભામાં બિલ પસાર કરીને ઢોર નિયંત્રણ કાયદો બનાવ્યો હતો. જેના અંતર્ગત શહેરી વિસ્તારોમાં ઢોર રાખનારાઓને માટે લાઈસન્સ લેવું તેમજ પ્રાણીઓને ટેગ કરાવવું ફરજિયાત બનાવાયું હતું. જે વ્યક્તિ આ કાયદાનો ભંગ કરે તેને જેલની સજા કરવાની જોગવાઈ પણ કાયદામાં કરવામાં આવી હતી. જોકે, તેની સામે માલધારીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની ભાજપ સરકાર માલધારી સમાજને નાખૂશ કરીને જોખમ વહોરવા માગતી નથી અને એટલા માટે હવે સરકારને આ બંને કાયદામાં પીછેહઠ કરવા મજબૂર બનવું પડ્યું છે.


સરકારે પસાર કરેલા આ કાયદા હેઠળ 8 મહાનગરો અને 156 નાના શહેરોને આવરી લેવાયા હતા. આ તમામ શહેરોમાં ઢોર રાખવા માટે લાઈસન્સ ફરજિયાત બનાવાયું હતું અને લાઈસન્સ મળ્યાના 15 દિવસમાં ઢોરને ટેગ લગાવવાનું પણ ફરજિયાત હતું. કાયદાના ભંગ બદલ 1 વર્ષ સુધીની જેલ અને 10 હજાર રુપિયાનો દંડ અથવા બંનેની જોગવાઈ પણ હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?