AMCના ઢોરવાડા ભરચક, 3 મહિના સુધી ઢોર ન છોડવા સૂચના


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 19:09:45

ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ એટલો ગંભીર છે કે તેને 'ભટકતું મોત' કહેવામા આવે છે. પશુના કારણે અનેક અકસ્માતો થાય છે છતાં તંત્રને કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં રસ નથી. રખડતા ઢોરને લઈને ગુજરાત હાઇકોર્ટે પણ સતત AMCને કડક આદેશ આપી રહી છે. હાઈકોર્ટના આદેશના પગલે AMC દેખાડારૂપે રખડતાં ઢોરને પકડી લેવાની થોડી ઘણી કાર્યવાહી હાથ ધરે છે.


AMCના બંને ઢોરવાડામાં 4,800 ઢોર


રખડતા ઢોરનો ત્રાસ એટલો મોટો છે કે હવે AMCના ઢોરવાડા ફુલ થયા છે. હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીમાં આ અંગે ચર્ચા થઈ છે. રખડતાં ઢોરને પકડી ટેગ મારવાની સૂચના આપી દેવામાં આવી છે. નિયમ પ્રમાણે દંડ વસુલી 3 મહિના સુધી ઢોર ન છોડવા આદેશ અપાયા છે. અમદાવાદનાં બંને ઢોરવાડામાં 4 હજાર 800 ઢોર રાખવામાં આવ્યા છે.


રખડતાં ઢોરને કારણે અકસ્માતો વધ્યા


રાજ્યમાં રખડતા ઢોરથી છેલ્લા એક વર્ષમાં અધધ 4,860 અકસ્માતના બનાવો બન્યા છે. જેમાં કેટલાય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તો કેટલાય લોકો  મોતને ભેટ્યા હતા. ઓગસ્ટ 2021માં 314 અકસ્માત  રખડતાં ઢોરને કારણે થયા હતા. જ્યારે સપ્ટેમ્બર 2021માં 372, ઓક્ટોબર 2021માં 447, નવેમ્બર 2021માં 438 ડિસેમ્બર 2021માં 375 અકસ્માત થયા હતા. જ્યારે ચાલુ વર્ષે જાન્યુઆરી 2022માં 375, ફેબ્રુઆરીમાં 359 અકસ્માત, માર્ચમાં 392 એપ્રિલમાં 465 અકસ્માત, મે મહિનામાં 444, જૂન મહિનામાં 423  જૂલાઇમાં 457 લોકો ઢોરની અડફેટે ચડયા હતા.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?