રખડતા પશુઓને પકડવામાં તો આવે છે, પરંતુ ઢોરવાસમાં આવી હાલતમાં રખાય છે! વીડિયો જોઈ દિલ કાંપી ઉઠશે


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-08 14:47:21

રખડતા ઢોરની સમસ્યા પ્રતિદિન વધતી જઈ રહી છે. રખડતા ઢોરનો શિકાર લોકો પ્રતિદિન બની રહ્યા છે. હાઈકોર્ટની કડક ફટકાર બાદ રસ્તા પર ફરતા ઢોરને પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રસ્તા પરથી લોકોને રખડતા પશુના ત્રાસથી રાહત મળે તે માટે એએમસી દ્વારા રખડતા પશુઓને પકડવામાં આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ આ ઝુંબેશ શરૂ થઈ છે. મોટા પ્રમાણમાં ઢોરને પકડી લેવામાં આવ્યા છે. આંકડાઓ પણ સામે આવ્યા હતા ત્યારે હવે એક વીડિયો સામે આવ્યો છે જેમાં જે રીતે પશુઓને રાખવામાં આવ્યા છે તે દ્રશ્યો જોઈને આપણને પશુઓની ચિંતા થવા લાગશે. ઢોરવાસમાં એટલા બધા પશુઓને રાખવામાં આવ્યા છે કે પશુઓ શ્વાસ પણ નથી લઈ શક્તા. 

ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર એક્ટિવ થયું  

રસ્તા પરથી જ્યારે માણસ પસાર થાય ત્યારે સૌથી વધારે જો સમસ્યાનો સામનો તેમને કરવો પડે તો તે છે રખડતા ઢોરનો. ખરાબ રસ્તાની વાત અમે નથી કરી રહ્યા. રખડતા ઢોરનો ત્રાસ, રખડતા પશુ દ્વારા કરવામાં આવતા હુમલાઓને કારણે રાહદારીઓને તેમજ વાહનચાલકોને સમસ્યાનો સામનો કરવો પડે છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં રસ્તા પર શાંત લાગતા પશુઓ અચાનક દોડવા લાગે છે, એક બીજા સાથે લડવા લાગે છે, જેને કારણે રાહદારીઓના જીવન પર સંકટ તોડાતું રહ્યું છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર દ્વારા રખડતા પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. 


વીડિયો સામે આવ્યો છે જે જોઈને ગાયોની દયા આવશે 

રસ્તા પર જ્યારે રખડતા ઢોરને પકડવાની કામગીરી થતી હોય ત્યારે પશુપાલકો પોતાના ઢોરને એ રીતે દોડાવે છે જેને કારણે રાહદારીઓના જીવન પર વધુ સંકટ તોડાતું હોય છે. જ્યારે તંત્રની ટીમ ઢોરને પકડવા માટે જતી હોય અને ટીમ પહોંચે તેની પહેલા જ રખડતા પશુઓને ત્યાંથી હટાવી લેવામાં આવે છે. રસ્તા પરથી રખડતા ઢોર હટાવાઈ રહ્યા છે પરંતુ પકડીને જે સ્થિતિમાં રાખવામાં આવે છે તે અત્યંત દયનિય છે. 


કોંગ્રેસ દ્વારા શેર કરાયો છે વીડિયો 

એક વીડિયો સામે આવ્યો છે જે બહેરામપુરાનો હોવાનું સામે આવ્યું છે. ક્ષમતા કરતા વધારે પશુઓને રાખવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. ગાયોને ખીચોખીચ ભરવામાં આવી છે. હલનચલનની પણ જગ્યા પશુ માટે રાખવામાં આવી નથી. સોશિયલ મીડિયા પર આ વીડિયો કોંગ્રેસ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયો સામે આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. 


ઢોરવાસમાં ક્ષમતા કરતા વધારે રખાયા છે ઢોર!

મહત્વનું છે કે રસ્તા પરથી રખડતા પશુઓને અવશ્ય હટાવવામાં આવે, હટાવા જોઈએ પરંતુ ગાયોને પણ જીવનનો અધિકાર છે. ગાયોને પકડો પરંતુ તેમને પણ જેટલી જગ્યા જોઈતી હોય તે આપો. ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, પરંતુ જ્યારે ગાય માતા સાથે આવું વર્તન થાય તે યોગ્ય નથી તેવું લોકોનું કહેવું છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?