સંસદમાં બજેટ સત્રનો બીજો તબક્કો હાલ ચાલી રહ્યો છે. વિવિધ મુદ્દાઓને લઈ સંસદમાં ભારે હોબાળો થયો છે જેને કારણે અનેક વખત સંસદની કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી છે. એક તરફ ભાજપ રાહુલ ગાંધી દેશની માફી માગે તે વાતને લઈ વિરોધ કરી રહી છે તો બીજી તરફ અદાણી મુદ્દે વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વિદેશથી રાહુલ ગાંધી ભારત પરત આવી ગયા છે અને આજે સંસદની કાર્યવાહીમાં તેઓ ભાગ લઈ શકે છે તેવી માહિતી સામે આવી છે.
અનેક વખત સંસદની કાર્યવાહી થઈ છે સ્થગિત
થોડા દિવસો પહેલા રાહુલ ગાંધી લંડનના પ્રવાસે ગયા હતા. પોતાના પ્રવાસ દરમિયાન અનેક મુદ્દાઓને લઈ સરકાર પર પ્રહાર કર્યા હતા. સંસદની કાર્યવાહી પર પણ તેમણે પ્રહાર કર્યા હતા. આ બધી વાતોની અસર સંસદની કાર્યવાહી પર જોવા મળી રહી છે. સંસદમાં બજેટ સત્રનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. ભાજપ રાહુલ ગાંધીના નિવેદનને લઈ આક્રામક જોવા મળી રહી છે તો બીજી તરફ વિપક્ષ અદાણી મુદ્દાને લઈ આક્રામક જોવા મળી રહી છે. સંસદની કાર્યવાહી દરમિયાન ભારે હોબાળો થતા અનેક વખત કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી હતી.
રાહુલ ગાંધી સંસદમાં આપી શકે છે હાજરી
ભારે હોબાળાને કારણે અનેક વખત સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. ભાજપ રાહુલ ગાંધી માફી માગે તે વાતને લઈ સંસદમાં હોબાળો કરી રહી છે તો બીજી તરફ અદાણી હિંડનબર્ગ મુદ્દે તપાસ કરવામાં આવે તેવી માગ સાથે વિપક્ષ પણ મક્કમ દેખાઈ રહી છે. ભારે હોબાળાને કારણે કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી છે. રાહુલ ગાંધી વિદેશથી પરત આવી ગયા છે ત્યારે સંસદની કાર્યવાહીમાં તેઓ ભાગ લઈ શકે છે. રાહુલ ગાંધી સંસદમાં હાજર હશે તો વધારે હોબાળો થઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.