રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.. ગુજરાતના થોડા ભાગોને છોડીને મુખ્યત્વે ભાગોમાં વરસાદે પધરામણી કરી લીધી છે. અનેક વિસ્તારો એવા છે જ્યાં મેઘ મહેર મેઘ કહેરમાં ફેરવાઈ ગઈ હોય.. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી અનુસાર અનેક વિસ્તારો માટે આજે રેડ, ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, સુરત, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આવતી કાલે કેવું રહેશે વાતાવરણ?
તે સિવાય કચ્છ, રાજકોટ, જામનગર, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રગર, મોરબી, અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. તે સિવાય 25 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો પોરબંદર, સુરત, નવસારી, વલસાજ, દાદરા નગર હવેલી, દમણ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ વિસ્તારો માટે આપવામાં આવ્યું એલર્ટ
જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ માટે 25 તારીખે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 26 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
206 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયો વરસાદ
27 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર ભાવનગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જ્યારે અમરેલી, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર,નર્મદા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે 24 કલાકમાં 206 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધારે વરસાદ ઉમરપાડામાં નોંધાયો છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે.
આ વખતની ગરમીએ ભુક્કા બોલાવ્યા!
આ વખતનો ઉનાળો કપરો રહ્યો હતો. ઉનાળાએ અનેક વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે.. તાપમાન સતત વધી રહ્યું હતું, જેને કારણે લોકો ગરમીથી પરેશાન થઈ ગયા હતા.. ક્યારે વરસાદ આવે અને ગરમીમાંથી મુક્તિ મળે તેની રાહ લોકો જોઈ રહ્યા હતા. આ વખતે વરસાદની પધરામણી ટાઈમ કરતા ચાર દિવસ પહેલા થઈ. જેને કારણે લોકોને આશા બંધાઈ કે ગરમીથી જલ્દી રાહત મળશે પરંતુ ચોમાસું નબળું પડી ગયું.
ભારે વરસાદથી લોકો કંટાળ્યા
રાજ્યના અનેક ભાગોમાં એટલો બધો વરસાદ વરસ્યો છે કે લોકો જાણે વરસાદથી કંટાળી ગયા હોય તેવું લાગે.. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો એવા છે જે જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવું લાગે.. જ્યાં વધારે વરસાદ પડી રહ્યો છે ત્યાંના લોકો વરસાદથી કંટાળ્યા હશે અને જ્યાં વરસાદ નથી વરસ્યો ત્યાંના લોકો બફારાથી કંટાળ્યા હશે. ત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ તે અમને કમેન્ટમાં જણાવજો.