વડોદરાની શાંતિ ડહોળવાનો પ્રયાસ, ભગવાન શ્રીરામની શોભાયાત્રા પર પથ્થરમારો, વિસ્તારમાં SRP તૈનાત


  • Published By :
  • Published Date : 2023-03-30 15:40:13

સમગ્ર રાજ્યમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની જન્મજયંતિ રામનવમીની ભારે હર્ષોલ્લાસભેર ઉજવણી થઈ રહી છે. વિવિધ શહેરો અને ગામોમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે. જો કે રામનવમીના આ પવિત્ર તહેવારે રાજ્યની શાંતિ ડહોળવાના પ્રયાસો પણ થતા જોવા મળી રહ્યા છે. જેમ કે  વડોદરાના ભૂતળી ઝાંપા વિસ્તારમાંથી રામજીની સવારી પસાર થતી હતી તે દરમિયાન પથ્થરમારો થયો હતો. 


ભગવાન શ્રી રામની શોભાયાત્રા પર પથ્થરમારો


ડોદરાના ભૂતળી ઝાંપા વિસ્તાર કોટલાક અસામાજીક તત્વોએ ભગવાન શ્રી રામની શોભાયાત્રા દરમિયાન પથ્થરમાર કર્યો હતો. શોભાયાત્રા મસ્જિદ પાસેથી પસાર થતી હતી ત્યારે જ પથ્થરમારો થતાં માહોલ ગરમાયો હતો. પથ્થરમારાના સમાચાર મળતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી તમામ વિસ્તાર કોર્ડન કર્યો હતો. તોફાની તત્વોએ ઘટનામાં ટુ વ્હીલર ગાડીઓને નુકસાન પહોચાડ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, શોભાયાત્રા હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નીકળી તે વખતે તેના પર પથ્થરમારો થયો હતો. જે બાદ એસઆરપીની બે ટુકડીઓ તૈનાત કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...