થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. હાવડાથી ન્યુ જલપાઈગુડી સુધી વંદે ભારત ટ્રેન જતી હોય છે. પથ્થરમારાની ઘટના માલદા સ્ટેશન પાસે બની હતી. વંદે ભારત ટ્રેનની બારીના કાચ તૂટી ગયા હતા. વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયાની માહિતી મળતા રેલવે તંત્ર દોડતું થયું છે.
વંદે ભારત ટ્રેનને અનેક વખત નડ્યા છે અકસ્માત
દેશના અનેક રાજ્યોમાં વંદે ભારત ટ્રેન ફરી રહી છે. ગુજરાતમાં પણ વંદે ભારત ટ્રેન દોડી રહી છે. ગુજરાતમાં પણ વંદે ભારત ટ્રેનને અનેક વખત અકસ્માત નડ્યા છે. પશુ ભટકાવવાને કારણે વંદે ભારત ટ્રેનને નુકસાન પહોચ્યું છે. ત્યારે પશ્ચિમ બંગાળમાં પણ વંદે ભારત ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે. પરંતુ ટ્રેન શરૂ થયાને થોડા દિવસો બાદ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. જેને કારણે ટ્રેનના કાચ તૂટી ગયા હતા.