ભારતીય શેર બજારમાં છેલ્લા કેટલાક મહિનાથી ઐતિહાસિક તેજી જોવા મળી રહી છે, નિફ્ટી અને સેન્સેક્સ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. આજે પણ બીએસઈ સેન્સેક્સ 847 તથા નિફ્ટીમાં 247 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે. આ સાથે જ સેન્સેક્સ 72568 તથા નિફ્ટી 21894ના લેવલ પર બંધ રહેવામાં સફળ રહ્યા છે. આજે ઈન્ફોસીસ અને ટીસીએસ સહિતની આઈટી કંપનીઓમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. જ્યારે સિપ્લા, એપોલો હોસ્પિટલ, બજાજ ફિનસર્વ અને અલ્ટ્રાટેક સિમેન્ટનું પર્ફોરમન્સ નબળું રહ્યું છે.
આઈ ટી સેક્ટરમાં બંપર તેજી જોવા મળી
આજની તેજીની આગેવાની આઈ ટી સેક્ટરના શેરોએ લીધી છે, આઈટી શેરોમાં બંપર તેજી જોવા મળી છે. ઈન્ફોસિસનો શેર 8 ટકા, ટેક મહિન્દ્રા 5 ટકા, એલટીઆઈ માઈન્ડ ટ્રીના શેરોમાં 4.65 ટકા જેટલા ઉછળ્યા છે. શુક્રવારે શેર બજારમાં નિફ્ટી મિડ કેપ 100, બીએસઈ સ્મોલ કેપ, નિફ્ટી આઈટી અને નિફ્ટી બેંક ઈન્ડેક્સમાં પણ જબરદસ્ત તેજી નોંધાઈ છે.