અમેરિકાના ફેડ રિઝર્વે વ્યાજ દરોમાં વધારો કરવાની આશંકાએ ભારતીય શેરબજાર ધરાશાઈ થઈ ગયું છે. બીએસઈ સેન્સેક્સ 927.74 પોઈન્ટ એટલે કે 1.53 ટકા તુટીને 59,744.98 અને એનએસઈનો નિફ્ટી 272.40 પોઈન્ટ પણ 1.53 ટકા તુટીને 17,554.30 પોઈન્ટ પર બંધ રહ્યો છે.
Sensex crashes 927 points, tracking global cues
Read @ANI Story | https://t.co/R3AkoymJaQ#Sensex #Down927Points #Nifty #NSE #BSE pic.twitter.com/QQxeL6GZmJ
— ANI Digital (@ani_digital) February 22, 2023
શા માટે શેર બજાર તુટ્યું?
Sensex crashes 927 points, tracking global cues
Read @ANI Story | https://t.co/R3AkoymJaQ#Sensex #Down927Points #Nifty #NSE #BSE pic.twitter.com/QQxeL6GZmJ
1-વૈશ્વિક શેર બજારમાં ભારે વેચાણ, અમેરિકાના વોલ સ્ટ્રિટમાં મંગળવારે ઘટાડો જોવા મળ્યો હતો. તે જ પ્રકારે Nasdaq 2.5 ટકા અને S&P500 પણ બે ટકા તુટ્યો હતો. તે ઉપરાંત જાપાનના Nikkeiમાં 1.34 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ વૈશ્વિક ઘટાડાની અસર ભારતીય શેર બજાર પર જોવા મળી હતી.
2-રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ હજુ લાબું ચાલશે, બંને દેશો વચ્ચે તંગદીલી વધી રહી છે. જેના કારણે રોકાણકારોના વિશ્વાસને ફટકો પડ્યો છે.
3-અમેરિકાનું ફેડ રિઝર્વ વ્યાજ દરો હજુ પણ વધારશે તેવી આશંકા છે. તેની અસર ઘણે અંશે દુનિયાભરના બજારો પર જોવા મળી રહી છે.
4-અદાણી ગ્રૂપના શેરોનું ધોવાણ અવિરતપણે ચાલી જ રહ્યું છે. આજે અદાણી એન્ટરપ્રાઈઝનાં શેરો 8 ટકા સુધી તુટ્યા છે. તેનાથી શેર બજારના રોકાણકારોનો મૂડ બગડ્યો હતો.
5-આરબીઆઈની મોનેટરી પોલીસી કમિટીની બેઠકના વિવરણની માર્કેટ રાહ જોઈ રહ્યું છે. તેનાથી કેન્દ્રીય બેંકનો મૂડ જાણી શકાશે.