કોરોનાના વધતા કેસ અને વ્યાજ દરોમાં વૃધ્ધીના ભયથી આજે શેરબજારમાં હાહાકાર મચ્યો હતો. છેલ્લા ચાર દિવસમાં સેન્સેક્સ 1961 પોઈન્ટ તુટી ચુક્યો છે. આજે તે લગભગ 1000 પોઈન્ટ તુટી ગયો છે. આ ચાર દિન દિવસોમાં બિએસઈ પર લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને 14.86 લાખ કરોડ ઘટી ગયું છે. સૌથી વધુ કડાકો સરકારી બેંકિંગ શરોમાં બોલાયો હતો. આજે બિએસઈ સેન્સેક્સ 980.93ના ઘટાડા સાથે 59,845.29 પર બંધ રહ્યો છે. ત્યાજ જ એનએસઈનો નિફ્ટી 320.55ના ઘટાડા સાથે 17,806.80 પર બંધ રહ્યો હતો.
શા માટે તુટ્યું શેરબજાર?
ભારતીય શેરબજારમાં કડાકા પાછળ કોરોનાની નવી લહેર છે. રોકાણકારો ચીનમાં વધી રહેલા સંક્રમણથી ભયભીત બન્યા છે. બ્લુમબર્ગનો રિપોર્ટ છે કે ચીનમાં દરરોજ 10 લાખ કોરોના કેસ અને પાંચ હજાર લોકોનો મોત થઈ શકે છે. માર્કેટમાં કડાકા માટેનું બીજુ મોટું કારણ અમેરિકામાં ફેડ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં આક્રમક વધારાની ચિંતા છે. અમેરિકા સહિત વિશ્વના અન્ય દેશોના શેર બજારો પણ સતત તુટી રહ્યા છે જેની અસર ભારતીય શેર પર થઈ છે.