વૈશ્વિક મંદીની આશંકા વચ્ચે ભારતીય શેરબજાર માટે સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ શાનદાર રહ્યો છે. દુનિયાભરની રેટિંગ એજન્સીઓ મહામંદીની આશંકા વ્યક્ત કરી રહી છે ત્યારે ભારતના શેરબજારમાં જોવા મળતી ફુલગુલાબી તેજી શંકા ઉપજાવે છે. નિષ્ણાતો પણ રોકાણકારોને આ છેતરામણી તેજીથી દુર રહેવાની સલાહ આપી રહ્યા છે.
Indian stock indices start fresh week with marginal losses
Read @ANI Story | https://t.co/msIOfkpDU1#Sensex #Nifty #IndianStocks #inflation pic.twitter.com/N80q6NeAro
— ANI Digital (@ani_digital) October 17, 2022
સેંન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો નોંધાયો
Indian stock indices start fresh week with marginal losses
Read @ANI Story | https://t.co/msIOfkpDU1#Sensex #Nifty #IndianStocks #inflation pic.twitter.com/N80q6NeAro
આજે સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સમાં 490થી વધુ પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો. જેના કારણે સેન્સેક્સ ફરી 58 હજારને પાર થયો છે. નિફ્ટીમાં પણ 126 પોઇન્ટનો ઉછાળો આવ્યો. આજે સેન્સેક્સ 491.01 પોઇન્ટના વધારા સાથે 58410.98 પર અને નિફ્ટી 126.1 પોઇન્ટના વધારા સાથે 17311.80 પર બંધ રહ્યા.
ક્યા સેક્ટરમાં તેજી-મંદી જોવા મળી?
શરબજારમાં આજે મેટલ અને રિયલ્ટી શેરમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું. જોકે બેન્કિંગ સેક્ટરમાં સારી વૃદ્ધિ જોવા મળી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો શેર આજે નિફ્ટીના સૌથી વધુ વધેલા શેરોની યાદીમાં ટોચ પર હતો. મિડ-કેપ અને સ્મોલ-કેપના શેરોમાં પણ ખરીદારી જોવા મળતા તેમાં પણ નજીવો વધારો જોવા મળ્યો હતો. નિફ્ટી 50ના 36 શેરો લીલા નિશાન પર જ્યારે 13 શેરો લાલ નિશાન પર બંધ થયા.
બજારમાં આજના ટ્રેડિંગ સેશનમાં બેન્કિંગ, ઓટો, આઈટી, એનર્જી, ફાર્મા, એમએફસીજી સેક્ટરના શેરોમાં ખરીદારી જોવા મળી હતી. જ્યારે મેટલ્સ, રિયલ એસ્ટેટ અને મીડિયા સેક્ટરના શેરોમાં વેચવાલી જોવા મળી હતી.