FPIsનો ભારતથી મોહભંગ, 2022માં શેરબજારોમાંથી રૂ. 1.21 લાખ કરોડ પાછા ખેંચ્યા, જાણો શા માટે?


  • Published By :
  • Published Date : 2023-01-22 17:13:07

સમગ્ર વિશ્વ પર ભયાનક આર્થિક મંદીના વાદળ ઘેરાઈ રહ્યા છે. વર્ષ 2023નું વર્ષ મંદીના માહોલમાંથી પસાર થશે તેવી આશંકાના પગલે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) હવે ભારતીય શેર બજારમાંથી નાણા પાછા ખેંચી રહ્યા છે. FPIsએ 2022માં ભારતીય શેરબજારોમાંથી રૂ. 1.21 લાખ કરોડ પાછા ખેંચ્યા છે. 


શા માટે રોકાણ પાછું ખેચ્યું?


FPIs ભારત જેવા ઊંચા મૂલ્યાંકન બજારોમાંથી રોકાણ પાછું ખેંચી રહ્યા છે. ડિપોઝિટરી ડેટા અનુસાર, FPIs એ આ મહિને (20 જાન્યુઆરી સુધી) રૂ. 15,236 કરોડનો ચોખ્ખો ઉપાડ કર્યો છે. રોકાણ પાછું ખેંચવાનું મુખ્ય કારણ વૈશ્વિક સ્તરે મધ્યસ્થ બેન્કો દ્વારા વ્યાજદરમાં આક્રમક વધારો, ક્રૂડ ઓઈલના ભાવમાં અસ્થિરતા, રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે કોમોડિટીના ઊંચા ભાવ છે. 


FPIsએ ચીનમાં રોકાણ વધાર્યું


ચીનમાં ઝીરો કોવિડ નીતિને કારણે ચીને કડક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. જેના કારણે ચીનનું માર્કેટ સતત તૂટી રહ્યું હતું અને હાલ તે તેળીયે આવ્યું છે. આ સ્થિતિમાં ત્યાં રોકાણ મૂલ્યની દૃષ્ટિએ વધુ આકર્ષક બન્યું છે. આ જ કારણે FPIs ભારત જેવા ઊંચા મૂલ્યાંકન બજારોમાંથી પાછી ખેંચી રહ્યા છે. શ્રીવાસ્તવે કહ્યું હતું કે, આ ઉપરાંત અમેરિકી અર્થવ્યવસ્થા મંદીમાં જવાની સતત ચિંતા છે. જેને નિરાશાજનક અમેરિકાના ડેટાથી વધુ સમર્થન મળ્યું છે.


આ દેશોમાં રોકાણનું આકર્ષણ


FPIsએ ચીન ઉપરાંત હોંગકોંગ, દક્ષિણ કોરિયા અને થાઈલેન્ડ જેવા સસ્તા બજારોમાં ભારે રોકાણ કરી રહ્યા છે અને તેઓ ભારત જેવા પ્રમાણમાં મોંઘા બજારોમાં વેચાણ કરી રહ્યા છે. સ્ટોક્સ ઉપરાંત વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ આ મહિને ડેટ અથવા બોન્ડ માર્કેટમાંથી રૂ. 1,286 કરોડ ઉપાડી લીધા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.