શેરબજારે રચ્યો ઈતિહાસ, સેન્સેક્સ 70 હજાર અને નિફ્ટી 21,000ને પાર, જાણો તેજીનું રહસ્ય


  • Published By :
  • Published Date : 2023-12-14 22:44:27

ભારતીય શેરબજારે ગુરુવારે  ઈતિહાસ રચ્યો હતો અને સેન્સેક્સે 70 હજાર અને નિફ્ટીએ પહેલીવાર 21 હજારનો આંકડો પાર કર્યો હતો. BSEનો 30 શેરનો સંવેદનશીલ સૂચકાંક સેન્સેક્સ 929.61 પોઈન્ટ એટલે કે 1.34 ટકા વધીને 70 હજાર પોઈન્ટના મનોવૈજ્ઞાનિક સ્તરને વટાવીને 70514.20 પોઈન્ટની સર્વકાલીન ટોચે પહોંચ્યો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી 256.35 પોઈન્ટ એટલે કે 1.23 ટકા ઉછળીને 21182.70 ના ઓલ-ટાઇમ રેકોર્ડ સ્તરે બંધ રહ્યો હતો.


સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળો


BSEમાં કુલ 3892 કંપનીઓના શેરમાં ટ્રેડિંગ  થયું હતું, જેમાંથી 2064 ખરીદાયા હતા અને 1702 વેચાયા હતા જ્યારે 126 યથાવત રહ્યા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 23માં ઉછાળો અને 7માં ઘટાડો જોવા મળ્યો હતો. આઇટી અને બેન્કિંગ શેર્સમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો છે. ઈન્ફોસિસ 3.93% અને ટેક મહિન્દ્રા 3.67% વધ્યો હતો. એ જ રીતે નિફ્ટી કંપનીઓના 38  શેર લીલા નિશાનમાં બંધ થયા હતા જ્યારે બાકીની 12 કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. BSE લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 3.8 લાખ કરોડ વધીને રૂ. 355 લાખ કરોડ ( 4.26 ટ્રિલિયન ડોલરના)ના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે.


શા માટે શેર માર્કેટમાં તેજી?


શેર બજારના નિષ્ણાતોના મતે, અમેરિકાના સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલના વ્યાજદરમાં ઘટાડો કરવાના સ્પષ્ટ સંદેશે આગામી દિવસોમાં સ્માર્ટ સાન્તાક્લોઝ રેલી માટે પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. તે ચૂંટણી પહેલાની રેલીને પણ ટ્રિગર કરી શકે છે, જે બજારને નવી ઊંચાઈ પર લઈ જઈ શકે છે. ફેડ તરફથી ગઈકાલના સંદેશનો અર્થ છે કે સખત પગલાનો તબક્કો પૂરો થઈ ગયો છે અને વર્ષ 2024માં વ્યાજદરમાં ત્રણ વખત ઘટાડો શક્ય છે. અમેરિકામાં 10-વર્ષની યીલ્ડમાં ચાર ટકાનો ઘટાડો સ્થાનિક બજારમાં મોટા પાયે મૂડીપ્રવાહ તરફ દોરી જશે.


આ વર્ષે માર્કેટ 15 ટકા વધ્યું 

 

આ વર્ષની શરૂઆતમાં એટલે કે 2 જાન્યુઆરીએ (બજાર 1 જાન્યુઆરીએ બંધ હતું) સેન્સેક્સ 61,167ના સ્તરે હતો, જે હવે 14 ડિસેમ્બરે 70,514 પોઈન્ટ પર પહોંચી ગયો છે. એટલે કે, આ વર્ષે અત્યાર સુધીમાં તેમાં 15%થી વધુ એટલે કે 9,347 પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. નિષ્ણાતોના મતે આ વધારો ભવિષ્યમાં પણ ચાલુ રહી શકે છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?