શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 360 અને નિફ્ટી 111 પોઈન્ટ તૂટ્યો, આ છે કારણો


  • Published By :
  • Published Date : 2023-03-20 20:07:49

શેરબજારમાં છેલ્લા બે સત્રમાં તેજી જોવા મળી હતી, પરંતુ આજે સોમવારે સ્થાનિક શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો.સોમવારે સેન્સેક્સ 360.95 તુટી 57,628.95 જ્યારે નિફ્ટી 111.65 પોઈન્ટ તૂટી 16,988.40 પર બંધ રહ્યો હતો. અમેરિકામાં સિલિકોન વેલી સંકટ 9 માર્ચે સામે આવ્યું ત્યારથી, સેન્સેક્સ 3000 થી વધુ પોઈન્ટ્સ તુટી ચુક્યો છે. આ ઘટાડાના કારણે BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં લગભગ 3.5 લાખ કરોડનું ધોવાણ થયું છે. આજે એક સમયે તો સેન્સેક્સ 800 પોઈન્ટ જ્યારે નિફ્ટી 16,900 પોઈન્ટની નીચે આવી ગયો હતો.


શેર બજાર તુટવાના આ છે મુખ્ય કારણો


1. વૈશ્વિક બેંકિંગ કટોકટી


સ્વિસ રેગ્યુલેટર્સે ક્રેડિટ સુઈસ કટોકટી વધુ ઘેરી ન બને તે માટે પ્રયાસો ભલે શરૂ કર્યા હોય, પરંતુ રોકાણકારો વૈશ્વિક બેન્કિંગ સિસ્ટમ પર તેની સંભવિત અસર વિશે ચિંતિત છે.


2. અન્ય બજારોની અસર


એશિયન બજારોમાં વેચવાલીની અસર સ્થાનિક બજારોમાં પણ જોવા મળી હતી. હોંગકોંગનો હેંગસેંગ 2.5 ટકા નીચે આવ્યો છે. જ્યારે, જાપાનનો નિક્કી અને ઓસ્ટ્રેલિયાનો ASX200 પણ 1 ટકાથી વધુ તૂટ્યો છે. તેની અસર ભારતીય બજાર પર પણ પડી છે.


3. ફેડ રિઝર્વની મીટિંગ પર નજર 


અમેરિકાના ફેડ રિઝર્વના દર નક્કી કરવા માટેની સમિતિની બેઠક 21-22 તારીખના રોજ યોજાવા જઈ રહી છે. તમામની નજર બેઠકના પરિણામ પર છે.


4. વિદેશી રોકાણકારોએ કર્યું વેચાણ


આ વર્ષે મોટાભાગે FII વેચવાના મૂડમાં જોવા મળ્યા હતા. શુક્રવારે વિદેશી રોકાણકારોએ રૂ. 1,700 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. આ રીતે, FIIએ કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં રૂ. 23,000 કરોડનું વેચાણ કરી ચુક્યા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?