એક સમય ભારતીય જનતા પાર્ટીમાં એવો હતો કે સંજય જોશીને તમે હેપ્પી બર્થડે કહો તો તમને ટિકિટ મળતી . પરંતુ હવે સંજય જોશીને હેપી બર્થડે કહેવાથી તમારી હકાલપટ્ટી થાય છે. હજી પણ સંગઠનમાં સંજય જોશીનું નામ લેવું આટલું ખતરનાક ગણાય છે . કેમ કે થોડાક સમય પેહલા થયું એવું કે , જિલ્લો બોટાદ તેનો તાલુકો ગઢડા . ગઢડા તાલુકા ભાજપ પ્રમુખે સંજય જોશીને સોશ્યિલ મીડિયા પર જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. પરંતુ હવે તેમની પર રાજીનામુ આપી દેવાનું દબાણ ઉભું થયું છે. થોડાક સમય પેહલા સંજય જોશી ગુજરાત આવ્યા હતા.
બોટાદ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હમણાં થોડાક સમય પેહલા જ ગઢડા તાલુકાના ભાજપ પ્રમુખની નિમણુંક થઈ હતી . પરંતુ હવે તેમણે સંજય જોશીને સોશ્યિલ મીડિયા પર જન્મસદિવસની શુભકામના પાઠવતા તેમણે રાજીનામુ આપી દેવા બીજેપીએ આદેશ કર્યો છે. ગઢડા તાલુકા ભાજપ પ્રમુખનું નામ છે પ્રકાશ સાકળિયા. તેમને બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલે ફોન કરીને રાજીનામુ આપી દેવાની સૂચના આપી દીધી છે. જોકે પ્રકાશ સાકળિયાએ રાજીનામુ આપવાનો ઇન્કાર કર્યો છે.
સંજય જોશીનો ૬ એપ્રિલના રોજ જન્મદિવસ હતો . ગઢડા તાલુકાના ભાજપ પ્રમુખ પ્રકાશ સાકળિયાએ સંજય જોશીને ફેસબક પર ફોટાઓ મૂકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. કેમ કે , તેમને વર્ષોથી સંજય જોશી સાથે સબંધો છે.
તો બીજી તરફ બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલે જણાવ્યું છે કે , પ્રદેશ ભાજપની સૂચના અનુસાર આ રાજીનામાની માંગણી કરવામાં આવી છે. આ મામલે બને પક્ષ પોતાના વલણ પર અડગ છે.
જયારે બોટાદ ભાજપ વર્તુળોમાં તાલુકા પ્રમુખની રાજીનામાની વાત વાયુવેગે પ્રસરતા મોંઢા એટલી વાત શરુ થઈ છે . જોકે કાર્યકરોને એક વાત ગળે ન ઉતરી હતી તે છે કે , ભારતીય જનતા પાર્ટીએ વ્યક્તિગત સબંધ અને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા જેવી વાતથી નવનિયુક્ત હોદ્દેદારનું રાજીનામુ માંગી લેવું . આ સમગ્ર મામલો બોટાદમાં ચર્ચાનો વિષય બન્યો છે.
વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓ પછી સંજય જોશી ત્યારે ફરી ચર્ચામાં આવ્યા હતા જયારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે બીજેપીના જુના સંગઠન મહામંત્રી સંજય જોશીને સક્રિય કરવા માટે મંથન કર્યું હતું . તેમના વિશે એવું કહેવાય છે કે , ઉત્તર પ્રદેશમાં જયારે સંજય જોશીએ સંગઠનનું કામ સંભાળ્યું હતું ત્યારે બીજેપીને ખુબ મોટી સફળતા મળી હતી .તેમણે ગુજરાતમાં પણ સંગઠનનું કામ સંભાળેલું છે . વ્યવસાયે મેકેનિકલ એન્જીનીયર છે. બીજેપીમાંથી તેમનું ગુમનામીમાં જવાનું કારણ તેમની અને પીએમ મોદી વચ્ચેની ખેંચતાણ છે. જ્યારથી પીએમ નરેન્દ્ર મોદી દિલ્હી ગયા ત્યારથી સંજય જોશીનો ગુમનામીનો દોર ચાલુ થઈ ગયો છે.