કર્ણાટકમાં કોંગ્રેસની જીતને લઈ ભાવુક થયા પ્રદેશ પ્રમુખ ડીકે શિવકુમાર, સોનિયા ગાંધીને યાદ કરતા કહ્યું....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-13 19:17:45

કર્ણાટકમાં કોંગ્રેસની જીત લગભગ નિશ્ચિત છે. કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર બનાવશે તેવું રૂઝાનો જોતા લાગી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા ઉજવણી પણ શરૂ કરી દેવામાં આવી છે. પરિણામને લઈ કર્ણાટક કોંગ્રેસ પ્રમુખ ડી.કે શિવકુમાર ભાવુક થયા હતા. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે મેં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીને જીતનું આશ્વાસન આપ્યું હતું. જીત પાછળનો શ્રેય તેમણે પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને આપ્યો હતો.

રાહુલ ગાંધી દેશના પીએમ બની શકે છે - કોંગ્રેસ નેતા 

લોકસભાની ચૂંટણી પહેલા તમામ લોકોની નજર કર્ણાટકની ચૂંટણી પર હતી. કોંગ્રેસ દ્વારા કર્ણાટકમાં સારૂ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ નેતાઓ આ પરિણામને લઈ લોકસભા ચૂંટણી અંગે વાતો કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા Siddharamaiahએ કહ્યું કે રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન બની શકે છે. તેમણે લોકસભાની ચૂંટણી માટે બીજેપી સિવાયના પક્ષોએ એક સાથે થવાની વાત કરી હતી. તેમણે પીએમ મોદી, અમિત શાહ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કર્ણાટકમાં પ્રચાર કરવા પીએમ મોદી અનેક વખત આવ્યા છે. કોઈ પણ વડાપ્રધાને આટલો બધો પ્રચાર નથી કર્યો. તે સિવાય કર્ણાટકની ચૂંટણીના પરિણામને લઈ કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ ડી.કે શિવકુમારે દાવો કર્યો હતો કે કોંગ્રેસને 140 સીટો મળવાની છે. 


કર્ણાટક કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ થયા ભાવુક! 

થોડા સમય પહેલા રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી લઈ કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રા કરી હતી. યાત્રાને સારો જનપ્રતિસાદ મળ્યો હતો. કોંગ્રેસની જીતમાં આ યાત્રાનો મહત્વનો ફાળો નિષ્ણાંતો માની રહ્યા છે. કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બની રહી છે. કર્ણાટકમાં કોંગ્રેસની જીત પર કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ભાવુક થઈ ગયા હતા. તે સિવાય કોંગ્રેસ દ્વારા પણ જીતને લઈ ટ્વિટ કરવામાં આવી છે. જેમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો વીડિયો બતાવવામાં આવ્યો છે. તે સિવાય મલ્લિકાર્જુન ખડગેએ પણ પ્રતિક્રિયા આપી હતી.  



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..