સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો, બાવળા-બગોદરા પાસે બે અલગ-અલગ દરોડા પાડી 1 કરોડનો દારૂ ઝડપ્યો


  • Published By :
  • Published Date : 2023-05-15 16:37:13

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાયદાના પુસ્તકોમાં જ છે, જ્યારે હકીકત એ છે કે રાજ્યમાં તમામ નાના- મોટા શહેરોમાં દારૂનું વેચાણ અને સેવન થાય છે. પોલીસની પીઢ પાછળ જ આ ગેરકાયદેસર પ્રવૃતી રહે છે. દારૂનો જથ્થો પકડાવાના છુટાછવાયા બનાવો ક્યાંક બનતા રહે છે. જેમ કે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે અમદાવાદ-રાજકોટ હાઈવે પર બાવળા અને બગોદરા પાસે બે અલગ અલગ દરોડા પાડી રાજકોટ અને થાન આવતો આશરે 1 કરોડની કિંમતનો દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડયો છે. જેમાં રાજસ્થાનથી સોડા પાઉડરની આડમાં છુપાવી 11,988 બોટલ દારૂ બીયરનો જથ્થો અને હરિયાણાથી કેપ્સીકમ મરચાની આડમાં છુપાવીને લવાતો 7,190 બોટલ ઝડપી પાડયો હતો. પોલીસે દારૂ મંગાવનાર, સપ્લાય કરનાર અને ટ્રકના ડ્રાઈવર સામે ગુનો નોંધ્યો છે. આ બે દરોડામાં પોલીસે રાજસ્થાનના એક શખ્સને ઝડપી લીધો છે. પૂછપરછમાં સૌરાષ્ટ્ર અને રાજકોટ તેમજ થાનના બુટલેગરો અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. 


બાતમીના આધારે પોલીસની કાર્યવાહી


દારૂના આટલા મોટા જથ્થા અંગે ગુપ્ત બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિર્લીપ્ત રાય તેમજ ડીવાયએસપી કે.ટી.કામરીયાની ટીમને મળેલી બાતમીના આધારે રાજસ્થાન અને હરિયાણાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવેલા દારૂને ઝડપી પાડવામાં આવ્યો છે. જેમાં પ્રથમ દરોડામાં અમદાવાદ રાજકોટ હાઈવે પર જૈન મંદિર પાસે પોલીસે રાજસ્થાન પાર્સિંગની આર.જે.14 જી.ઈ.7077 નંબરના ટ્રેઈલરને અટકાવ્યું હતું. ચાલક ટ્રેઈલર મુકી ફરાર થઈ ગયો હતો.આ ટ્રેઈલરમાં તપાસ કરતા 320 જેટલી સોડા પાઉડરની ગુણી આડમાં છુપાવેલો રૂા.35.5 લાખની કિંમતનો 11988 બોટલ દારૂ તથા ટ્રક સહિત રૂા.55.42 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

 

મરચાની આડમાં દારૂ છુપાવાયો


આ જ પ્રકારે બીજા દરોડામાં હરિયાણાથી રાજકોટ લાવવામાં આવતો દારૂનો જથ્થો પણ પોલીસે ઝડપી પાડયો હતો. જેમાં અમદાવાદ-રાજકોટ હાઈવે પર બગોદરા પાસે હોટલ વેવેઈટની સામે આર.જે.જી.જ.9615 નંબરનું ટ્રઈલર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે અટકાવ્યું હતું અને તપાસ કરતાં 266 ગુણી કેપ્સીકમ મરચાની આડમાં છુપાવેલો રૂા.27.26 લાખની કિંમતનો 7190 બોટલ દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આ દારૂના જથ્થા સાથે રાજસ્થાનના શેરગઢ તાલુકાના ભાઈલાના હરિનગરમાં રહેતા ભીખારામ શ્રીધરરામ દેવાસીને ઝડપી લીધો હતો. એસએમસીએ રૂા.47.84 લાખનો મુદ્ધામાલ કબજે કર્યો હતો. રાજસ્થાનના ડ્રાઈવરની પુછપરછમાં તેણે પોલીસ સમક્ષ કબુલ્યું કે હરિયાણાથી આ દારૂનો જથ્થો રાજકોટનાં બુટલેગરને સપ્લાય કરવાનો હતો. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...