અમદાવાદના કુખ્યાત બુટલેગરના ઘર પર સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ, 4.74 લાખનો દારૂ ઝડપ્યો, 3 લોકોની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-06-26 18:33:06

ગુજરાતમાં દારૂબંધી માત્ર પોલીસના ચોપડામાં જ રહી ગઈ છે. રાજ્યના દરેક નાના-મોટા શહેરો અને ગામોમાં પણ દારૂનું બેફામ વેચાણ થઈ રહ્યું છે. રાજ્ય સરકાર પણ દારૂની બદીને જડમૂળથી દુર કરવા માટે કટિબધ્ધ છે. જો કે બુટલેગરો પોલીસ તંત્રમાં ફેલાયેલો વ્યાપક ભ્રષ્ટાચારનો ફાયદો ઉઠાવીને ધીકતો ધંધો કરી રહ્યા છે. અમદાવાદમાં આજે ફરી એકવાર સ્ટેટ મનોટરિંગ સેલની ટીમે વિદેશી દારૂનો મોટાપાયે વેપલો કરનારા કુખ્યાત બુટલેગરના ત્યાં દરોડા પાડી લાખો રૂપિયાનો વિદેશી દારૂ પકડી પાડ્યો છે.


SMCની ટીમે ગોમતીપુરમાં પાડી રેડ 


ગાંધીનગરથી સ્ટેટ મનોટરિંગ સેલે બુટલેગરોને પકડવા શરૂ કરેલી કાર્યવાહીના ભાગરૂપે અમદાવાદના ગોમતીપુર વિસ્તારના કુખ્યાત બુટલેગરના ઘરે રેડ કરીને દેશી બનાવટના ઇંગ્લીશ દારૂની 2758 બોટલ અને 516 બિયરની ટીનનો જથ્થા કબજે કર્યો છે. SMCની ટીમ દ્વારા ગોમતીપુર વિસ્તારમાંથી 4.74 લાખનો દારૂ પકડવામાં આવ્યો છે.  SMCની ટીમે આરોપી વિનોદ રાણા, દિલીપ ડોડિયા તેમજ એક સગીરની ધરપકડ કરી છે. 


ઘરના ગુપ્ત ભોંયરામાં છુપાવ્યો હતો દારૂ


સ્ટેટ મનોટરિંગ સેલને બાતમી મળી હતી કે, ગોમતીપુરના ભોગીલાલની ચાલીમાં રહેતો કુખ્યાત બુટલગેર હુસેન પોતાની પાસે મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યો છે અને તેના ઘરમાં જ વિદેશીદારૂ સંતાડ્યો છે. જે બાતમીના અધારે ગઈકાલે રાત્રિએ 10 વાગ્યાના અરસામાં બાતમીવાળી જગ્યા પર દરોડો પાડ્યો હતો. તે દરમિયાન કોઈ દારૂનો જથ્થો દેખાયો ન હતો, પરંતુ બાતમી ચોક્કસ હોવાથી બેડરૂમના પલંગ નીચે તપાસ કરતા ભોંયરુ જોવા મળ્યુ હતું. ભોંયરામાં મોટી માત્રમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. SMCની આ રેડમાં અધિકારીઓ પણ આશ્ચર્યમાં મુકાયા હતા, કેમકે આ પ્રકારે ઘરમાં ભોંયરું અને ગુપ્ત જગ્યા બનાવીને દારૂ સંતાડવામાં આવ્યો હતો.  આ દારૂ ક્યાંથી લાવ્યા હતા અને અન્ય કેટલા લોકો તેમની સાથે જોડાયેલા છે તે અંગે SMC દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?