રાજ્ય GST વિભાગનો સપાટો, 4 શહેરોના 53 સ્થળોએ આવેલી ઈમિગ્રેશન પેઢીઓ પર દરોડા


  • Published By :
  • Published Date : 2023-08-11 21:57:30

રાજ્ય GST વિભાગે વિદ્યાર્થીઓને મોકલવા માટે ઈમિગ્રેશનની હાટડીઓ ચલાવતા લેભાગુ તત્વો સામે આકરી કાર્યવાહી કરી છે. રાજ્ય GST વિભાગે ગુજરાતના 53 સ્થળોએ દરોડા પાડ્યા છે. જેમા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણામાં ઈમિગ્રેશન સાથે સંકળાયેલી પેઢીઓ પર દરોડા પાડી તપાસ હાથ ધરાઈ છે. ઇમિગ્રેશન પેઢીઓ વિદ્યાર્થીઓ પાસેથી ઊંચી ફી લઈને પૂરી રકમની રિસિપ્ટ નથી આપતી. રોકડમાં મેળવેલી રકમ ચોપડે નહીં દર્શાવી કરચોરી થતી હોવાનો ખુલાસો થયો છે. ઇમિગ્રેશન પેઢીઓ દ્વારા ફોરેન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને એડમિશન અપાય છે. આવી પેઢીઓ ફોરેન યુનિવર્સિટી દ્વારા મોટી રકમનું કમિશન પણ મેળવે છે. IELTS જેવી પરીક્ષાઓ માટે ઈમિગ્રેશન પેઢીઓ દ્વારા કોચિંગ પણ અપાય છે. છેલ્લા ઘણા સમયથી મળી રહેલી ફરિયાદો બાદ રાજ્ય GST અંતે સપાટો બોલાવ્યો હતો.


માર્કેટ ઈન્ટેલીજન્સ અને સિસ્ટમ બેઝ્ડ એનાલિસીસના આધારે કાર્યવાહી


રાજ્ય GST વિભાગ દ્વારા માર્કેટ ઈન્ટેલીજન્સ અને સિસ્ટમ બેઝ્ડ એનાલિસીસના આધારે સંશોધનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરૂપે GST વિભાગને ધ્યાને આવ્યુ કે ઈમિગ્રેશન સાથે સંકળાયેલી પેઢીઓ દ્વારા ફોરેન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને એડમિશન આપવા માટે ILTS જેવી પરીક્ષા માટે કોચીંગ આપવામાં આવતુ હોય છે. આ કોચીંગ માટે સેવા આપનાર પેઢીઓ પાસેથી તગડી ફી વસુલતી હોય છે. પરંતુ વસુલવામાં આવતી પુરી રકમની રિસિપ્ટ વિદ્યાર્થીઓને આપવામાં આવતી નથી. ઈમીગ્રેશનને લગતી સેવાઓ અને મળેલ ફીની રિસિપ્ટના હિસાબી વ્યવહારો પર વેરાકીય જવાબદારી કાયદાની જોગવાઈ મુજબ અદા કરવામાં આવે છે કે કેમ તે અંગે હિસાબી સાહિત્યની ચકાસણીની કાર્યવાહી શરૂ છે. પ્રાથમિક ચકાસણીમાં બિન હિસાબી રોકડ વ્યવહારોની વિગતો મળી આવી છે.


ઈમિગ્રેશનના નામે તગડી ફી વસુલે છે પેઢીઓ


ફોરેન યુનિવર્સિટીઓ દ્વારા ઈમિગ્રેશન પેઢીઓને મોટી રકમનું કમિશન પણ મળતુ હોય છે. આ રોકડમાં મેળવેલ આવકો ચોપડે નહીં દર્શાવી વેરો ભરવાનું ટાળવામાં આવતુ હોય છે. રાજ્યભરની આવી ઈમિગ્રેશન અને ફોરેન યુનિવર્સિટીમાં એડમિશન અપાવવા સાથે સંકળાયેલી કુલ 22 પેઢીઓના 53 સ્થળોએ રાજ્યભરમાં તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?