રાજ્ય સરકારની કેબિનેટ મિટિંગ આજે ગાંધીનગરમાં યોજાઈ, જાણો બેઠકમાં શું લોકોપયોગી નિર્ણયો લેવામાં આવ્યા


  • Published By :
  • Published Date : 2023-07-05 21:04:49

રાજ્ય સરકારની કેબિનેટ મિટિંગ આજે ગાંધીનગરમાં યોજાઈ હતી, CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની આ બેઠકમાં કેટલાક મહત્વના અને લોકઉપયોગી નિર્ણયો લેવામાં આવ્યા હતાં. જેમાં બહુચરાજી માતાના મંદિરનું નવીનીકરણ, PM-JAY યોજના હેઠળ 5 લાખના બદલે 10 લાખ રૂપિયા સહાય, બિપોરજોય વાવાઝોડાથી અસરગ્રસ્તોને સહાય પેકેજ,  કાયદા વિભાગ દ્વારા 9 નોડલ અધિકારીની નિમણૂંક સહિતનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારાના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજીને સરકારના આ તમામ નિર્ણયો અંગે સવિસ્તાર માહિતી આપી હતી.


PM-JAY યોજનાના લાભાર્થીઓને બમણો લાભ


રાજ્ય સરકારે ગરીબો માટે મહત્વનો નિર્ણય લેતા PM-JAY યોજના હેઠળ 5 લાખના બદલે 10 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી હતી. તે આગામી 11 જુલાઈથી લાગુ કરવામાં આવશે. આયુષ્યમાન કાર્ડધારકોને 10 લાખ રૂપિયા સુધીની સહાય મળશે. સરકારના આ નિર્ણયથી રાજ્યના 1.78 કરોડ આયુષ્માન કાર્ડધારકોને લાભ મળશે. આ અંગે માહિતી આપતા આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું કે હવે 5 લાખને બદલે આયુષ્યમાન કાર્ડમાં 10 લાખની સહાય મળશે.


બહુચરાજી મંદિરનું શિખર 86.1 ફૂટ કરાશે


ગુજરાતના ધાર્મિક સ્થાનોમાં કરોડોના ખર્ચે વિકાસ કાર્યો થશે. આજની બેઠકમાં બેચરાજીમાં આવેલા બહુચરાજી માતાના મંદિરનું નવીનીકરણ કરવામાં આવશે તેવો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવીનીકરણ માટે 70 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. નવીનીકરણમાં મંદિરના શિખરની ઉંચાઈ વધારીને 86.2 ફૂટ કરવામાં આવશે.


બિપોરજોય વાવાઝોડાના અસરગ્રસ્તોને સહાય


બિપરજોય વાવાઝોડાથી બાગાયતી પાકને થયેલા નુકસાનીનો અહેવાલ તૈયાર કરી નાંખવામાં આવ્યો છે. ત્યારે ટૂંક સમયમાં જ સહાય પેકેજની જાહેરાત કરવામાં આવશે. અસરગ્રસ્ત 10 જિલ્લાઓમાં રાજ્ય સરકારે 11.60 કરોડ રૂપિયાની નુકસાની વળતર ચૂકવ્યું હોવાનું નિવેદન ઋષિકેશ પટેલે આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં સરકારે પશુ મૃત્યુ, કાચા મકાનમાં આંશિક નુકસાન જેવા કેસમાં કેશડોલ્સ ચૂકવી દીધી છે. બાગાયતમાં જે નુકસાન થયું છે તે બાબતે હજુ સરકાર સહાય આપવામાં વિચાર કરી રહી છે.મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને કૃષિપ્રધાન વચ્ચેની બેઠક બાદ બાગાયત પાકના સહાય બાબતનો મહત્વનો નિર્ણય લેવામાં આવશે જે ટૂંક સમયમાં રાજ્ય સરકાર જાહેરાત કરશે.


શૈક્ષણિક સંસ્થાઓમાં કોમન કરીક્યુલમ


આજે કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે નવી શિક્ષણ નીતિ અંતર્ગત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાતની તમામ ખાનગી અને સરકારી યુનિવર્સિટી, કોલેજ તથા માન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં કોમન કરીક્યુલમ અને ક્રેડિટ ફ્રેમવર્ક દાખલ કરવામાં આવશે. જેનો રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ચાલુ શૈક્ષણિક વર્ષ 2023-24થી ફરજીયાતપણે કરવાનો રહેશે.


કાયદા વિભાગ દ્વારા 9 નોડલ અધિકારીની નિમણૂક


ગુજરાત હાઈકોર્ટમાં વધી રહેલા કેસના ભારણને ઘટાડવા સરકારને હાઈકોર્ટમાંથી સમયસર માહિતી મળી રહે તે માટે કાયદા વિભાગ દ્વારા 9 નોડલ અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે. આગામી દિવસોમાં જિલ્લા કોર્ટમાં પણ આ જ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...