ખાનગી-સરકારી સ્કૂલોને રાજ્ય સરકારનો મહત્વનો આદેશ, શિક્ષણ વિભાગનો પરિપત્ર જાહેર


  • Published By :
  • Published Date : 2023-04-29 18:12:42

ગુજરાત સરકારે રાજ્યમાં બાલવાટિકા શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે આ અંગે પરિપત્ર પણ જાહેર કરી દીધો છે. આ બાલવાટિકા સરકારી અને ખાનગી સ્કૂલોએ પોતાના કેમ્પસમાં જ શરૂ કરવાની રહેશે. તે ઉપરાંત બાળકને ધોરણ 1 માં 6 વર્ષ થયા બાદ જ પ્રવેશ આપવાનો રહેશે જે બાબતે નવી શિક્ષણ નીતિને લઈને પણ શિક્ષણ વિભાગનો પરિપત્ર બહાર પાડ્યો છે. 


નવી શિક્ષણ અંતર્ગત પરિપત્ર


રાજ્ય સરકારે નવી શિક્ષણ નીતિ અંતર્ગત 5 વર્ષની ઉંમરથી 6 વર્ષ સુધી આપવામાં આવતું શિક્ષણ બાલવાટિકા તરીકે ઓળખાશે. તેમજ પ્રાથમિક શાળામાં જ બાલવાટિકા શરૂ કરવામાં આવશે તેવું પરિપત્રમાં જણાવ્યું છે. 1 જૂન 2023ના રોજ 5 વર્ષ પૂર્ણ કરનાર બાળકને બાલવાટિકામાં પ્રવેશ મળશે તેમજ 1 જૂન 2023ના રોજ 6 વર્ષ પૂર્ણ કરનાર બાળકને જ પહેલા ધોરણમાં પ્રવેશ મળશે તેમજ બાલવાટિકામાં PTC, ડિપ્લોમા, બીએડ શિક્ષકોની નિમણૂક કરી શકાશે. 


5 વર્ષથી વધુના બાળકોને જ બાલવાટિકામાં પ્રવેશ


રાજ્ય સરકારે 6 વર્ષ પૂર્ણ ન થતા હોય તે બાળકોને ધ્યાનમાં રાખીને બાલવાટિકામાં પ્રવેશ આપવાનો વચગાળાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા બાલવાટિકા શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને એ અંગેનો પરિપત્ર પણ રાજ્ય સરકાર દ્વારા કરી દેવામાં આવ્યો છે. આ બાલવાટિકામાં 1લી જૂન 2023ના રોજ જે બાળકોએ 5 વર્ષ પૂર્ણ કર્યા હશે. એવા બાળકોને આ વર્ષથી જ બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવશે. આ સંદર્ભનો પણ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સિવાય B.Ed અને PTC કરેલા શિક્ષકોને બાલવાટિકામાં શિક્ષણ આપવુ એ અંગેની નોંધ પણ પરિપત્રમાં દર્શાવાઈ છે.




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...