ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં 4.90 કરોડ મતદારો, 4.03 લાખ નવા મતદારો પહેલીવાર કરશે મતદાન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 19:22:24

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. હવે ગણતરીના દિવસોમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ કડીમાં આજે ચૂંટણીપંચે રાજ્યના મતદારોની આખરી મતદાર યાદી જાહેર કરી છે.  કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં હાથ ધરવામાં આવેલા ખાસ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બાદ 10મી ઓકટોબર, 2022ના રોજ ફાઇનલ મતદારયાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે.


4,90,89,765 મતદારો કરશે મતદાન


ચૂંટણીપંચ દ્વારા આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. રાજ્યમાં કુલ 4 કરોડ 90 લાખ 89 હજાર 765 મતદારો વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરશે.  ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન 18 થી 19 વર્ષની વયના નવા 4 લાખ 61 હજાર 494 મતદારોનો ઉમેરો થયો છે. આ અગાઉ રાજ્યમાં 4 કરોડ 83 લાખ 75 હજાર 621 મતદારો હતા.


11,62,528 જેટલા નવા મતદારો નોંધાયા


આ મતદારયાદી અનુસાર રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. જેમાં 147 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે. જેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો નોંધાયા છે. કુલ 11,62,528 જેટલા નવા મતદારો નોંધાયા છે.


4.61 લાખથી વધુ યુવા મતદારો


આખરી મતદારયાદીમાં સમાયેલી વિગતો પ્રમાણે રાજ્યમાં 18 થી 19 વયના જુથમાં 4.61 લાખથી વધુ યુવા મતદારોએ નોંધણી કરાવી છે. જે પૈકી 2.68 લાખથી વધુ યુવા પુરૂષ અને 1.93 લાખથી વધુ યુવા મહિલા મતદારોનો સમાવેશ થાય છે. તેવી જ રીતે 20 થી 29 વર્ષના વય જુથમાં કુલ 4.03 લાખથી વધુ નવા મતદારો નોંધાયા છે. જેમાં પુરૂષ મતદારો 1.45 લાખથી વધુ અને 2.57 લાખથી વધુ મહિલા મતદારોનો સમાવેશ થાય છે.એટલે કે, આ વય જુથમાં પુરૂષોની સરખામણીએ મહિલાઓએ મતદાર તરીકે વધુ નોંધણી કરાવી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?