રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ ગામડાની શાળાઓની કરી મુલાકાત, બાળકો સાથે માણ્યો મધ્યાહ્ન ભોજનનો સ્વાદ


  • Published By :
  • Published Date : 2023-08-03 20:51:35

રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વારાહ ગામ અને રાજુલાના બાબરકોટા ગામની શાળાની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ બાળકો સાથે વાત કરી હતી અને તેમની સાથે મધ્યાહ્ન ભોજન પણ માણ્યું હતું. પ્રફુલ પાનસેરિયાએ શાળામાં શિક્ષકો સાથે પણ વાત કરી હતી અને બાળકો સાથે પણ સંવાદ કર્યો હતો. બાળકો સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે હજુ પણ શાળામાં કયા પ્રશ્નો છે જેનો સામનો નાના ભૂલકાઓ કરી રહ્યા છે. મંત્રી પ્રફુલ પાનસેરિયાની મુલાકાત દરમિયાન સ્થાનિક ધારાસભ્ય પણ તેમની સાથે હાજર રહ્યા હતા. 


મંત્રી વાતાકુલિન કાર્યાલયમાંથી બહાર નીકળી રહ્યા છે

એક બાજુ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થામાં ઘણી સમસ્યાઓ છે, તેની વચ્ચે મંત્રી દરજ્જાના નેતાઓ ગાંધીનગરની વાતાકુલિન કાર્યાલયોમાંથી બહાર નીકળીને અંતરિયાળ વિસ્તારની શાળામાં પહોંચે તો તે રાજ્યની શિક્ષણ વ્યવસ્થા માટે સારી નિશાની કહી શકાય. કારણ કે ગુજરાતમાં શિક્ષણ મામલેની સમસ્યાઓનું વર્ષોથી કોઈ ચોક્કસ નિરાકરણ નથી આવ્યું જેના કારણે અત્યારે શિક્ષણ વ્યવસ્થામાં સમસ્યાઓનો ભરાવો થઈ ગયો છે. પણ આવી પરિસ્થિતિની વચ્ચે જ્યારે મંત્રીઓ સમસ્યાઓ જાણવા અને તેનું નિરાકરણ શું હોય શકે તે ગુજરાત સરકાર સુધી પહોંચાડવા માટે ગામડાઓની શાળામાં ફરવા નીકળે તો આ તેમનો સારો પ્રયાસ કહી શકાય. ખેર મુલાકાત તો મંત્રીએ કરી લીધી છે પરંતુ સ્થાનિક ગામડાઓની સમસ્યા મામલે મંત્રીની નજરે જોયેલા અનુભવો ગુજરાત સરકાર સુધી પહોંચે તો રાજ્ય માટે સારી વાત કહેવાય.


"એક મહિનાની અંદર રાજ્યના તમામ શિક્ષકોની ઘટ પૂરી કરાશે"

મુલાકાત દરમિયાન રાજ્યકક્ષાના પ્રાથમિક, માધ્યમિક અને પુખ્ત શિક્ષણ, ઉચ્ચ શિક્ષણના મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પત્રકારો સાથે વાત પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, "રાજુલા અને જાફરાબાદ એમ બે તાલુકાની શાળામાં મેં પ્રવાસ કર્યો છે. આ કોઈ ઓચિંતી મુલાકાત ન હતી છતાં પણ મારે જોવું હતું કે શિક્ષકો શું કામ કરી રહ્યા છે. અમારા શિક્ષણના ક્ષેત્રમાં શિક્ષકો દિવસ રાત મહેનત કરી રહ્યા છે. ગામડામાં શિક્ષકો અને બાળકો સાથે સંવાદ કરીને જાણવું હતું કે તેમને શું મળી રહ્યું છે અને તેમને શું ઘટી રહ્યું છે. જો બાળકોને શાળામાં કંઈ ઘટતું હોય તો તેમાં શું કરી શકાય તે મામલે અમે માહિતી મેળવી હતી. ગામડાની શાળામાં તમામ ક્ષતિ સુધારી શકાય તેના માટે આ નાની મુલાકાત હતી. બાળકોના સારા ભવિષ્ય માટે કંઈ ઉણપ લાગે તો તેમાં સરકાર મદદ કરી શકે તેના માટે અમેં પ્રાથમિક શાળાની અને નાના ભૂલકાઓની મુલાકાત લીધી હતી. તમામ શાળામાં શિક્ષકોની ઘટ લગભગ એક મહિનામાં પૂર્ણ થવાની છે."



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?