શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ ભાવનગરમાં બાળપણની શાળાની લીધી મુલાકાત, સંસ્મરણો વાગોળ્યા


  • Published By :
  • Published Date : 2023-08-20 18:03:25

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના મંત્રીઓ વિવિધ જિલ્લાનો શૈક્ષણિક પ્રવાસ કરી રહ્યા છે. આ જ અનુક્રમે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ભાવનગર જિલ્લાના શૈક્ષણિક પ્રવાસ કર્યો  હતો. તેમણે તેમના આ કાર્યક્રમ અંતર્ગત બાળપણમાં તેઓ જે શાળામાં ભણ્યા હતા તે ઘરશાળાની મુલાકાત લીધી હતી. જે દરમિયાન તેમણે ગુરૂજનો અને આચાર્યને મળી તેમનું સન્માન કરી જૂની યાદો વાગોળી હતી. 


ઘડતરમાં શાળામાં મળેલા સંસ્કારનો મોટો ફાળો


આ તકે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, 'મારા બાળ ઘડતરમાં આ શાળામાં મળેલા સંસ્કારનો મોટો ફાળો રહ્યો છે. બાળપણમાં જે શાળામાં ભણ્યા હોઈએ ત્યાં વર્ષો પછી ફરી જવાનું થાય ત્યારે તેનો આનંદ અવર્ણીય હોય છે. ભાવનગર જિલ્લાના શૈક્ષણિક પ્રવાસ અંતર્ગત ઘરશાળામાં જઈને ભૂતકાળ જાણે કે ફરી જીવંત થઈ ગયો. આ શાળામાં અભ્યાસ દરમિયાન કરેલ વિવિધ સામાજિક પ્રવૃતિઓ અને સેવાકીય કાર્યોની યાદો તાજી થઈ.'

 

સંસ્મરણો વાગોળ્યા


આ મુલાકાત અંગે પ્રફુલભાઈ પાનશેરીયાએ વધુમાં કહ્યું કે 'મારા પૂજ્ય ગુરૂજનો અને આચાર્યને મળી સન્માન કરી જૂની યાદો તાજા કરવાનો અવસર મળ્યો. સહાધ્યાયી મિત્રોને મળીને જુના સંસ્મરણો વાગોળ્યા હતા, શાળા પરિવાર સાથે વાર્તાલાપ કરવાનો અનુભવ પણ ખુબજ ભાવપૂર્ણ રહ્યો. શાળામાં ભણાવતા શિક્ષકોને જીવનના ઘડતર અંગે તેમજ વિદ્યાર્થીઓ પ્રત્યે કઈ રીતે વર્તન કરી શકાય તેં અંગે સમજણ આપી. જનકલ્યાણ અને રાજ્યની સેવા કરવાનું દાયિત્વ શ્રેષ્ઠ રીતે નિષ્ઠાપૂર્વક નિભાવી શકું તેવા સંસ્કાર ઘડતર બદલ હું આ ઘરશાળા સંસ્થાનો સદાય ઋણી રહીશ.'






ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?