રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયત અચાનક લથળતા તેમને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ICUમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે રાઘવજી પટેલને માઈનોર બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે. બ્રેઈન સ્ટોકથી રાઘવજી પટેલને આંખમાં અસર થયાની માહિતી મળી છે. જેથી તેઓને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં છે. જામનગરના પસાયા બેરાજામાં 'ગાંવ ચલો અભિયાન' કાર્યક્રમમાં હતા તે દરમિયાન રાત્રે તેઓને માઈનોર બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. તેમને રાત્રે લગભગ 3 થી 4 વાગ્યાના સુમારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. CM ભૂપેન્દ્ર પટેલ પણ ગઈકાલ રાતથી રાઘવજીભાઈના પરિવારજનોના સંપર્કમાં છે.
તબિયત સુધારા પર
રાઘવજીભાઈના અંગત મદદનીશ સાથે પણ CM સતત સંપર્કમાં હતા. હાલ રાઘવજીભાઈ પટેલની હાલ તબિયત સુધારા પર હોવાનું હોસ્પિટલ સૂત્રો દ્રારા જાણવા મળ્યું છે. રાઘવજી પટેલની તબિયતની જાણ થતાં રાત્રે MLA રમેશ ટિલાળા, ભાજપ શહેર પ્રમુખ હોસ્પિટલ પહોંચ્યા હતા. ભાજપના અગ્રણીઓ પણ રાત્રે પહોંચ્યા હોસ્પિટલ ખબર અંતર પૂછવા પહોંચ્યા હતા.