તૈયારીઓ શરૂ કરી દેજો, જુનિયર ક્લાર્કની અને તલાટી કમ મંત્રીની પરીક્ષા તારીખ જાહેર


  • Published By :
  • Published Date : 2022-11-03 12:56:12

સરકારે ભરતીની પરીક્ષા તારીખો કરી જાહેર 

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તો બીજી તરફ રાજ્ય સરકાર હાલ અનેક જાહેરાત કરી રહી છે.આજે સવારે હોમગાર્ડ અને જીઆરડીના જવાનોના વેતનમાં વધારો કાર્ય બાદ હવે જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષાની તારીખ રાજ્ય સરકારે જાહેર કરી દીધી છે. જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા 8 જાન્યુઆરીની રોજ યોજાશે તો તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા આગામી 29 જાન્યુઆરીના રોજ યોજાશે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે આ જાહેરાત કરવામાં આવી રહી છે જોકે આ ભરતીની વિદ્યાર્થીઓ કેટલાય સમયથી રાહ જોઈ રહ્યા હતા 


હોમગાર્ડ અને જીઆરડીના જવાનોના વેતનમાં વધારો કર્યો 

વિધાનસભા ચૂંટણી પહેલા હોમગાર્ડ અને જીઆરડીના જવાનો માટે સૌથી મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. હોમગાર્ડ અને જીઆરડીના જવાનો માટે સરકારે આજે મોટી જાહેરાત કરી છે. જેથી હવે હોમગાર્ડ જવાનોને 300ના બદલે પ્રતિદિન 450 રૂ વેતન મળશે તો જીઆરડી જવાનોને પ્રતિદિન 200 ના બદલે 300 રૂ વેતન મળશે. 


ટ્રાફિક બ્રિગેડના જવાનોમાં નારાજગી ?

હોમગાર્ડ અને જીઆરડીના જવાનોનું વેતન વધતા ટ્રાફિક બ્રિગેડના જવાનોમાં અંદરખાને નારાજગી હોય તેવા સમાચારો મળી રહ્યા છે  આ જવાનોને આપણે TRB જવાન તરીકે ઓળખીયે છીએ.ટ્રાફિક નિયમન માટે અને ટ્રાફિક પોલીસને મદદ કરવા માટે તેમની નિમણુંક કરવામાં આવતી હોય છે.હાલ TRB જવાનનો પગાર પ્રતિ દિવસ 300 રૂપિયા આપવામાં આવે છે પણ રવિવારની રજા કાપતા તેઓને 7,800 દર મહિને પગાર મળે છે.જેથી આ TRBના જવાનો પણ વેતન વધે તેવી સરકાર પાસે આશા રાખી રહ્યા છે 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?