દિવાળીના તહેવારનો અગિયારસથી પ્રારંભ થઈ જાય છે.. દિવાળીએ એવો તહેવાર છે જેની આપણે સૌ કોઈ રાહ જોતા હોઈએ છીએ.. નવા વર્ષે નવા સંકલ્પો લેતા હોઈએ છીએ.. રમા એકાદશીથી દિવાળીના તહેવારનો પ્રારંભ થઈ જાય છે... આજે વાક બારસ છે જેને આપણે વાઘ બારસ તરીકે બોલીએ છીએ.. વાક્ એટલે વાણી.. વાણીની અધિષ્ઠાત્રી દેવી એવા માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.. વાસ્તવમાં આ તહેવારનું નામ છે વાક્ બારસ પરંતુ અપભ્રંશ થતા થતા આને વાઘ બારસ કહેવા લાગ્યા..
વાક્ નું અપભ્રંશ થતા થયું વાઘ બારસ
આ દિવસે સરસ્વતી દેવીની પૂજા કરવામાં આવે છે.. સરસ્વતી માતાને વાણીના દેવી કહેવામાં આવે છે.. વાક્ બારસના દિવસે માતા સરસ્વતીની આરાધના કરવામાં આવે છે.. ભાષા સમૃદ્ધ કરવા માટે પ્રાર્થના કરવામાં આવે છે... બારસના દિવસે માતા સરસ્વતીની તેમજ ધનતેરસના દિવસે માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે.. આમ તો આ છે વાક્ બારસ પરંતુ ધીમે ધીમે તે વાઘ બારસ થઈ ગઈ. વાક્ શબ્દનો અપભ્રંશ થઈ વાઘ બારસ થયું..
હિંદુ ધર્મમાં ગાયને આપવામાં આવ્યું છે ઉચ્ચ સ્થાન
વાઘ બારસના દિવસે અનેક લોકો ગાય માતા અને વાછરડાની પૂજા કરે છે... ગૌ માતાને આપણી સંસ્કૃતિમાં ખૂબ મોટું સ્થાન આપવામાં આવ્યું છે.... ગાય માતામાં અનેક દેવી દેવતાઓનો વાસ રહેલો છે.. ગાય માતાની પૂજા કરવાથી અનેક ઘણું પુણ્ય મળે છે તેવી માન્યતા છે.. એવી પણ માન્યતા છે કે આ દિવસે ક્ષીર સાગરમાંથી ગૌ માતા પ્રગટ થયા હતા.. ધાર્મિક ગ્રંથોમાં મળતા ઈતિહાસ પ્રમાણે ભવિષ્ય પુરાણમાં ગોવત્સ દ્વાદશીની કથાનો ઉલ્લેખ છે. ગૌ માતા તેમજ વાછરડાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે... આપ સૌને વાક્ બારસ (વાઘ બારસ)ની શુભકામના...
નોંધ - અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે...