તલાટીની પરીક્ષાના 8.50 લાખ પરીક્ષાર્થીઓના કારણે ST તંત્રને રૂ.10 કરોડથી વધુની થઈ આવક, આ ST ડિવિઝન રહ્યું મોખરે


  • Published By :
  • Published Date : 2023-05-08 21:55:02

સમગ્ર રાજ્યમાં રવિવારે પંચાયત સેવા વર્ગ-3ની તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા યોજાઈ હતી. રાજ્યના કુલ 2697 પરીક્ષા કેન્દ્રો પર 28,814 વર્ગખંડમાં 8.50 લાખ પરીક્ષાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. આ પરીક્ષાના ઉમેદવારોને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પહોંચાડવા માટે એસટી વિભાગનો પણ મહત્ત્વનો ફાળો રહ્યો હતો. જેના કારણે ફાયદો એસટી વિભાગને પણ જબરદસ્ત આર્થિક ફાયદો થયો છે. ગુજરાત એસટી વિભાગે માત્ર એક જ દિવસમાં 10 કરોડ કરતાં વધુની આવક રળી હતી. એમાં મહેસાણા ડિવિઝન એક કરોડ કરતાં વધુ આવક સાથે રાજ્યમાં ટોપ પર રહ્યું છે.


એસટી વિભાગે કર્યું  3650 એકસ્ટ્રા ટ્રિપનું આયોજન 


તલાટીની પરીક્ષાને લઈ ગુજરાત એસટી વિભાગ દ્વારા સરસ માઈક્રો પ્લાનિંગ કરાયું હતું અને દરેક જિલ્લામાં કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરાયો હતો. એક જ દિવસમાં ગુજરાત એસટીએ 3650 એકસ્ટ્રા ટ્રિપનું આયોજન કરતાં રાજ્યમાં કુલ 2 લાખ 18 હજાર 902 પરીક્ષાર્થીઓએ એસટી બસમાં મુસાફરી કરી હતી. આ કારણે એસટી વિભાગને કુલ 10 કરોડ રૂપિયા કરતાં વધુની આવક થઈ હતી.


મહેસાણા ડિવિઝને 500 એકસ્ટ્રા બસ દોડાવી


મહેસાણા એસટી ડિવિઝન દ્વારા રવિવારે પરીક્ષાના દિવસે વહેલી સવારથી લઈ મોડી રાત્રિ સુધી બસો દોડાવવામાં આવી હતી. મહેસાણા ડિવિઝનના 12 એસટી ડેપો પરથી તલાટીની પરીક્ષા માટે કુલ 500 એકસ્ટ્રા ટ્રિપોનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસાણા ડિવિઝનમાં જ 30 હજાર કરતાં વધુ પરીક્ષાર્થીઓએ એસટી બસમાં મુસાફરી કરી હતી. જેના ફળ સ્વરૂપે મહેસાણા ડિવિઝનને એક જ દિવસમાં 1 કરોડ 3 લાખ રૂપિયાની બમ્પર આવક થઈ છે, જે રાજ્યમાં એસટી વિભાગના 16 ડિવિઝનમાં સૌથી વધુ છે. આમ કમાણીની દ્રષ્ટીએ મહેસાણા ડિવિઝન રાજ્યમાં મોખરે રહ્યું હતું 


મહેસાણા ડિવિઝનને કેટલી આવક થઈ?


મહેસાણા ડિવિઝનમાં આવતા 12 ડેપોની એક જ દિવસમાં 1 કરોડ થી વધુ આવક મેળવી છે. જેમાં બેચરાજી એસટી ડેપોએ 7.20 લાખ,ચાણસ્મા ડેપોએ 6.58 લાખ,હારીજ ડેપોએ 6.96 લાખ, કડી ડેપોએ 10.19 લાખ, કલોલ ડેપોએ 9 લાખ,ખેરાલુ ડેપોએ 8.70 લાખ,મહેસાણા ડેપોએ 11.62 લાખ,પાટણ ડેપોએ 10.95 લાખથી વધુ, ઊંઝા ડેપોએ 7.64 લાખ,વડનગર ડેપોએ 7.11 લાખ, વિજાપુર ડેપોએ 8.27 લાખ, વિસનગર ડેપોએ 9 લાખની આવક મેળવી હતી. આમ કુલ 12 ડેપોએ રૂ. 1,03.31.432 ની કમાણી કરી હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?