ગુજરાતમાં આંદોલનનો દોર ચાલી રહ્યો છે. એક પછી એક સરકાર આંદોલનોનો સામનો કરી રહી છે. વિધાનસભા ચૂંટણી નજીક આવતા લોકો સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારે હવે એસ.ટી બસ વિભાગના કર્મચારીઓ સરકાર વિરૂદ્ધ આંદોલન કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. સરકાર સુધી પોતાની માગણીને રજૂ કરવા એસ.ટી વિભાગના કર્મચારીઓએ કાળી પટ્ટી પહેરી વિરોધ નોંધાવ્યો હતો.
એસ.ટી વિભાગના કર્મચારીઓ પણ આંદોલનના માર્ગ પર
એક બાદ એક સરકારી કર્મચારીઓ સરકાર વિરૂદ્ધ આંદોલન કરી રહ્યા છે. આરોગ્ય કર્મીઓ હોય, શિક્ષક હોય કે પછી ખેડૂત હોય બધાએ સરકાર વિરૂદ્ધ બાંયો ચઠાવી છે. ત્યારે હવે એસ.ટી વિભાગના કર્મચારીઓ પણ આંદોલનના માર્ગે ચાલી રહ્યા છે. પડતર માગણીને લઈ એસ.ટી બસના કર્મચારીઓ 3 દિવસ કાળી પટ્ટી પહેરી પોતાનો વિરોધ નોંધાવાના છે. એસ.ટી કર્મચારીઓ તમામ ડેપો, વર્કશોપમાં કાળી પટ્ટી પહેરી પોતાની માગ સરકાર સુધી પહોચાડવાનો પ્રયાસ કરવાના છે.
કર્મચારીઓએ ઉગ્ર આંદોલન કરવાની આપી ચીમકી
જો સરકાર એસ.ટી કર્મચારીઓની માગણીઓને નહીં સ્વીકારે તો, એસ.ટી વિભાગના કર્મચારીઓ 22 સપ્ટેમ્બરથી ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી તેમણે ઉચ્ચારી છે. તમામ કર્મચારીઓ 22 સપ્ટેમ્બરની મધરાતથી આંદોલન પર ઉતરશે. એસ.ટી કર્મચારીઓ આંદોલન પર ઉતરશે તો એસ.ટી બસ સેવા ખોરવાઈ જશે.