લ્યો બોલો! અમદાવાદના કૃષ્ણનગર બસ સ્ટેશનમાંથી એસ.ટી. બસ ચોરી ગઠિયો ફરાર, તંત્ર દોડતું થયું


  • Published By :
  • Published Date : 2024-02-15 21:53:42

ઘરફોડ ચોરીના કિસ્સા તો તમે અનેક વખત સાંભળ્યા હશે, ખાનગી વાહનો પણ ગઠિયા ચોરી જતાં હોય છે પણ અમદાવાદમાં સરકારી એસ.ટી. બસ ચોરાઈ જવાની ઘટનાએ હડકંપ મચાવી દીધો છે. અમદાવાદ (Ahmedabad)ના કૃષ્ણનગર બસ સ્ટેશનમાંથી એસ.ટી.બસની ચોરી થતાં એસ.ટી બસ વિભાગ અને નરોડા પોલીસ તંત્ર દોડતું થયું હતું. જો કે અંતે પોલીસની મહેનત રંગ લાવી હતી અને ચોરાયેલી એસ.ટી બસ દહેગામ નજીકથી મળી આવી હતી. 


શું છે સમગ્ર મામલો?


એસ.ટી સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ  અમદાવાદ (Ahmedabad)ના કૃષ્ણનગર બસ સ્ટેશનમાંથી એસ.ટી.બસ હંકારીને ગઠિયો ફરાર થઈ ગયો હતો. આ ઘટના અંગે અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનને એસ.ટી વિભાગ તરફથી જાણ કરાઇ હતી કે કૃષ્ણનગર બસ ડેપોમાંથી એક એસ.ટી બસની ચોરી થઇ છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. નરોડા પોલીસે ચોરને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. બાદમાં પોલીસ અને એસ.ટી વિભાગે સતત 2 કલાક સુધી તપાસ કરતાં આખરે દહેગામ પાસેથી ચોરાયેલી એસ.ટી બસ મળી આવી હતી. 


કોણ હતો ચોર?


ચોરાયેલી એસ.ટી બસ દહેગામ નજીક હોવાની જાણ થતાં પોલીસ અને એસ.ટી વિભાગના અધિકારીઓ પહોંચ્યા હતા. ત્યાં જઇને તપાસ કરતાં આ બસની જ ચોરી થઇ હોવાનું જણાયું હતું. ચોરાયેલી બસમાં એક વ્યક્તિ પણ બેઠેલો હતો. પોલીસે પ્રાથમિક તપાસ કરતાં ચોરી કરનારો યુવક માનસિક અસ્વસ્થ હતો. આ માનસિક અસ્વસ્થ વ્યક્તિ બસ ડેપોમાંથી બસ ચલાવીને જતો રહ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. પોલીસે ચોરાયેલી બસને આખરે એસ.ટી વિભાગને આપવામાં આવી હતી અને પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી પણ કરી હતી. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...